ડેડીયાપાડા ની શ્રી એ.એન.બારોટ વિઘાલય ખાતે ઉપસ્થિત રહી ને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અે શાળાના વિદ્યાર્થીઓ ને આવકાર્યા

હિન્દ ન્યૂઝ, નર્મદા

નર્મદા જીલ્લા ની ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઓ પુનઃ શરૂ કરાઇ. કોવિડ -19ની મહામારીને કારણે શાળાઆે બંધ હતી. પરંતુ શિક્ષણ નહીં એ  અન્વયે રાજય સરકાર ની માર્ગદર્શિકા મુજબ સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની શાળાઆે પુનઃ શરૂ કરાઈ છે. ત્યારે નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા ની શ્રી એ.એન.બારોટ વિઘાલય ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા ઉપસ્થિત રહી ને શાળા ના બાળકોને આવકાયૉ હતા. શિક્ષણ પ્રત્યે ની લગન માટે ભરૂચ ના સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અે બાળકો ને પ્રોત્સાહન આપી અભિનંદન આપ્યા હતા. તેની સાથોસાથ શાળામાં પ્રવેશ આપ્યા બાદ વર્ગખંડમા એક બેન્ચ પર એક વિધાર્થી ને બેસાડી ને સરકાર ની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર ની વ્યવસ્થા સાથે નિયમો નુ પાલન કરી વિધાર્થીઓ ને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નર્મદા જીલ્લાની ધોરણ 10 અને ધોરણ 12 ની 150 શાળાઓમા 5575 વિધાર્થીઓ શાળામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે નર્મદા શિક્ષણ વિભાગ ના ઈ. આય. ડી.બી.વસાવા, સામાજિક કાર્યકર રણજીત ટેલર, સોનજી ભાઈ વસાવા, શાળાના આચાર્ય વાય.પી.ભાલાણી, સહિત શિક્ષકગણ અને વાલીઆે ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment