હિન્દ ન્યૂઝ, ઈડર
અરવલ્લીની ગિરિમાળા ના ખોળામાં આવેલું ઈડર ગામ એટલે કે જગવિખ્યાત ગામ. જેમ કે કહેવાય છે કે ‘અમે ઇડરી યો ગઢ જીત્યારે આનંદ ભયો….’ આ ગીત દરેક લગ્નપ્રસંગે ગવાય છે. તેવા આ ઈડર માં આવેલું આ મહાકાલેશ્વર નું મંદિર ખુબ જ પ્રસિદ્ધ અને જગ પ્રસિદ્ધ છે. એક મોટી શીલાની અંદર ભગવાન શિવજી સ્વયંભૂ બિરાજમાન છે અને ખુબજ ચમત્કારિક પણ છે. તેની બાજુમાં એક કુંડ પણ આવેલો છે. તે ખૂબ પૌરાણિક સમયનો છે. આ જગ્યાએ પર્યટકો પણ ખુબ જ સારા પ્રમાણ માં આવતા હોય છે.
રિપોર્ટર : અશ્વિન પંડ્યા, ઈડર