અમર સંસ્કાર ભારતી અને માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત લેખક અને કવિઓનો સાહિત્ય કાર્યક્રમ યોજાયો

 

હિન્દ ન્યૂઝ, નડિયાદ

           તા.૧૧/૧/૨૧, ખેડા જિલ્લા મા આવેલા નડીઆદ તાલુકા ના ફતેપુરા ગામે ઋગ્વેદ ભવન ખાતે ગુજરાત ના નામાંકિત અને ઉગતા લેખક કવિઓના સન્માન નો કાર્યક્રમ યોજાયો. અમર સંસ્કાર ભારતી અને માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજીત આ કાર્યક્રમ મા સંતરામ મંદિર નડીઆદ ના પ. પૂ. સત્યદાસ મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવી સાહિત્ય કાર્યક્રમ નો શુભારભ કર્યો હતો.

              આ કાર્યક્રમ મા કોવિડ ૧૯ નુ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના સ્વાગત સમયે હાથ સૅનેટાઇઝ કરી અને માસ્ક પહેરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જાણીતા લેખક દિપક કાશીપુરીયા રચિત નવો કાવ્યપ્રકાર ‘સમ સંવેદના’ નામ ના પુસ્તક નુ વિમોચન કરવામાં આવ્યું હતુ.
ગુજરાત ના ઉગતા લેખક અને કવિઓને પણ પ્રોત્સાહિત કરવાની આ સરાહનીય પ્રયાસ હતો. સાહિત્ય દ્વારા સમાજ મા નવી ચેતના અને જાગૃતિ ઉભી થાય એ કાર્યક્રમ નો હેતુ હતો.


            કાર્યક્રમ મા સંતરામ મંદિર ના પૂ. સત્યદાસજી મહારાજ, ગુજરાત સમાચાર ના જાણીતા કટાર લેખક પરાજીતભાઈ પટેલ, અમર સંસ્કાર ભારતી ના પ્રમુખ અને જાણીતા લેખક દીપકભાઈ કાશીપુરીયા, માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર, સાહિત્યકાર માનસિંહ ભાઈ ચૌધરી, ડૉ. રાજેન્દ્ર હાથી ઍ માનનીય પ્રવચનો આપ્યા હતા. આ પ્રસંગે ડૉ. શશીનાથ ઝા, જંબુસર ના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, ચંદ્રકાન્ત શાસ્ત્રી, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, તેમજ ગુજરાત ના નામાંકિત લેખકો અને કવિઓ ઉપસ્થિત રહયા હતા. દિલીપભાઈ ભટ્ટ અને તેમના ગ્રુપ દ્વારા દેશભક્તિ ના ગીતો થી બધાને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ નુ સફળ સંચાલન સાહિત્યપ્રેમી ઈકબાલ મેમણે કર્યું હતું.

            આ સાહિત્ય કાર્યક્રમ મા માતૃભૂમિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર ના સુપુત્ર અનિરુદ્ધસિંહ પરમાર એ બધા મેહમાનો નુ હાર્દિક સ્વાગત કર્યું હતું અને મેહમાનો નુ અંત મા આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment