ચોરવાડ ખાતે નગરપાલિકા કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર દબદબો………

ચોરવાડ, ચોરવાડ નગરપાલિકા પ્રમુખ પદે ફરી વાર 90 સોમનાથ ના કોંગ્રેસ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના ધર્મપત્ની (કોંગ્રેસ પાર્ટી ના ) શ્રીમતી જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા ની સર્વેનુમતી વરણી. કોંગ્રેસ પાર્ટી નો ફરીવાર ચોરવાડ નગર પાલિકા માં દબદબો. રિપોર્ટર : સઈદ મહિદા, ગીર સોમનાથ

Read More

ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ

ઝાલોદ, ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી આજે સોમવાર ના રોજ પાલિકા ના સભાખંડ માં રાખવામાં આવી હતી. જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણી માં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યો ના વોક આઉટ બાદ ઉપ પ્રમુખ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ…

Read More

સુરત ખજોદના ડાયમંડ બુર્સમાં એન્જિનિયર યુવાનનું ભેદી મોત

સુરત, સુરત ખજોદના ડાયમંડ બુર્સ તે પર્વત ગામમાં રહેતો એન્જિનિયર તનય ત્રિવેદી રહસ્યમય આ સંજોગોમાં બેભાન થયો હતો. તનયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.  ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો. પરિવારનો એકનો એક પુત્ર હતો. બનાવ અંગે કંપનીમાંથી પરિવારજનોને ફોન પણ કર્યો નહોતા. મોત અંગે સ્ટાફના. સભ્યોએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પરિવારે યોગ્ય તપાસની માંગ કરી છે. સુરત ખટોદરા પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

        પાલનપુર માં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા નું આગમન ….

બનાસકાંઠા, પાલનપુર તાલુકા ના દરેક ગામોમાં અને શહેરી વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેથી ઠેર ઠેર પાણી જ પાણી અને ગરમી માંથી મુક્તિ મળી ઠંડક પ્રસરી ગઈ છે. જેથી લોકો હાસ કારો લઈ રહ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ પડેલ હોવાથી જેથી દાંતીવાડા ડેમ માં પણ પાણી ની આવક ઉપરવાસ માં પડેલ વરસાદ થી પાણી ની સપાટી વધી સે બાલારામ જેવી નદી ઓ પણ આવી રહી છે. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, બનાસકાંઠા

Read More

છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી “બસપા” ફરી સત્તામાં

છોટાઉદેપુર, છોટાઉદેપુરનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નાયબ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા નવેસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. આજે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણીમાં ૨૮ સદસ્યો પૈકી ૨૫ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં ભાજપનાં ચાર સદસ્યો પૈકી ત્રણ ગેરહાજર રહ્યા હતા આજની ચુંટણી ઔપચારિક બની હતી. પ્રમુખ તરીકે નરેનભાઈ જયસ્વાલ વિરુદ્ધ કોઈ સદસ્યએ ઉમેદવારી નહી નોંધાવતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ…

Read More

વેરાવળ શહેરના પોલીસ ઓફિસર ડીડી પરમારના અધ્યક્ષ સ્થાને એકતા સમિતિ ની મીટીંગ બોલાવેલ……

વેરાવળ, વેરાવળ શહેરમાં આગામી તહેવારો ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા વેરાવળ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજ ના જન પ્રતિનિધિ તથા શાંતિ સમિતિ ના સભ્યો સાથે મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું. આગામી સમયમાં ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ તથા તહેવારો આવી રહેલ હોય અને આ તહેવારમાં લોકો એકત્રિત થવાની સંભાવના રહેલ હોય આ મીટીંગમા હાજર તમામ અપીલ કરવામાં આવેલ કે આગામી સમયમાં આવતા તહેવારોમાં જાહેરમાં કોઈ સભા ઝુલુસ સરઘસ વિ.નુ આયોજન ન થાય. કોઈ પણ પ્રકારના વિસર્જન માટે ચોપાટી બંદર કે નદી કાંઠે જવા ઉપર પ્રતિબંધ હોય જાહેરનામાનો…

Read More

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પ્રશન્સનીય કામગીરી જોવા મળી..

ડિસા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પ્રશન્સનીય કામગીરી જોવા મળી.. ડીસા જનતા હોસ્પિટલ માંથી કોરોના બે દદીઓ ને રજા અપાઈ… જનતા હોસ્પિટલબમાં સુંદર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું દર્દીઓએ જણાવ્યું.. કોરોના પોઝિટિવ દર્દીને જનતા હોસ્પિટલમાં સારવાર માટે આરોગ્ય વિભાગ ખડેપગે રહ્યા… જનતા હોસ્પિટલ માં લોકોને વિના મૂલ્યે આપવામાં આવી રહી છે સારવાર.. જનતા હોસ્પિટલ માંથી દર્દીઓને પુષ્પ વર્ષા કરી ધારાસભ્ય શશીકાંત પંડ્યા તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ રજા.. રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા

Read More

ભાભરમાંથી પસાર થતી કારમાંથી સવા બે કિલો માદક પદાર્થ અફીણ નો રસ ઝડપાયો..

ભાભર, ભાભર પોલીસ મથકના પીએસઆઈ પીએલ આહીર અને સ્ટાફના માણસો વાહન ચેકીંગ દરમ્યાન ભાભર રાધનપુર રોડ ઉપર આવેલ કટાવ ત્રણ રસ્તા, ભાભર પાસે પાસેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર આર.જે.૩૩ સીએ ૦૨૮૧ શકમંદ લાગતાં તેને રોકાવી તપાસ કરતાં ગાડીમાંથી માદક પદાર્થ અફીણ રસ ૨.૨૭૯ કિલો ગ્રામ વજન અંદાજે બજાર કિંમત રૂ.૨,૨૭૯૦૦/ તથા ગાડીમાંથી રોકડ રકમ ૨૧૪૦૦/ મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂ.૧૧૦૦૦/ અને ગાડી કિંમત રૂ ‌.૧,૫૦,૦૦૦/ મળી કુલ રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ એક આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર :  બાબુ ચૌધરી, ભાભર

Read More