છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી “બસપા” ફરી સત્તામાં

છોટાઉદેપુર,

છોટાઉદેપુરનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે છોટાઉદેપુર નગરપાલિકાની બીજા ટર્મની નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી નાયબ કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે સવારે ૧૦ કલાકે રાખવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા નવેસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. આજે યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણીમાં ૨૮ સદસ્યો પૈકી ૨૫ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં ભાજપનાં ચાર સદસ્યો પૈકી ત્રણ ગેરહાજર રહ્યા હતા આજની ચુંટણી ઔપચારિક બની હતી. પ્રમુખ તરીકે નરેનભાઈ જયસ્વાલ વિરુદ્ધ કોઈ સદસ્યએ ઉમેદવારી નહી નોંધાવતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આમ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નરેનભાઈ જયસ્વાલ અને ઉપપ્રમુખ તરીકે જાકીરભાઈ દડી ચૂંટાઈ આવ્યા છે. આ વખતે કોંગ્રેસે બસપા સાથે હાથ મીલાવીને કોંગ્રેસના ૮ બસપાના ૯ અને બિટીપીના ૨ સભ્યો અને ૧ અપક્ષ સભ્ય એમ કરીને કુલ ૨૦ સભ્યો પ્રમુખની ફેવરમાં હતા. જયારે નવા પ્રમુખ બનતાની સાથે ભાજપાનું અસ્તીત્વ નગર પાલિકામાં ખોવાઈ ગયું હતું. છોટાઉદેપુર નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ સપોર્ટ કરતા નગરપાલિકા કોંગ્રેસના ફેવરમાં ગઇ છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં વિજેતા બનેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે આં જીત પ્રજાની જીત છે અને તેઓના પાછલાં બોર્ડના અધૂરા કાર્યો આગળ ધપાવવામાં આવશે અને નગરને વિકાસશીલ બનાવવામાં આવશે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment