ઝાલોદ નગર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ

ઝાલોદ,

ઝાલોદ નગર પાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ ની ચુંટણી આજે સોમવાર ના રોજ પાલિકા ના સભાખંડ માં રાખવામાં આવી હતી. જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ આ ચૂંટણી માં પ્રમુખ તરીકે બિનહરીફ તથા કોંગ્રેસ સમર્થિત ૧૨ જેટલા સભ્યો ના વોક આઉટ બાદ ઉપ પ્રમુખ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઝાલોદ નગર પાલિકા ની ચુંટણી ને લઈને ઝાલોદ માં ભારે ઉત્કંઠા ફેલાઈ હતી. જેને લઇને આજ સોમવાર ના રોજ યોજાયેલી આ ચૂંટણી જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી. કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવી એ જરૂરી હતું. તો ભાજપ માટે ફરીથી સત્તારૂઢ થવું એ માથાનો સવાલ હતો.


આજે સોમવારના રોજ યોજાયેલી આ ચૂંટણી માં કુલ ૨૮ સભ્યો માંથી ૨૭ સભ્યો હાજર રહ્યા હતા. પ્રમુખ પદ માટે માત્ર સોનલબેન હરેશભાઈ ડિંડોર નું નામ આવતાં તેઓ ને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા. તો ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ તરફ થી કિરણભાઈ વસૈયા નું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પક્ષ તરફથી આપવામાં આવેલું વ્હિપ વાચવા અંગે ચૂંટણી અધિકારી પ્રાંત ને જાણ કરવા છતાં પ્રાંત એ એક વાર વાંચી લીધા પછી ફરીથી વાંચવાનો ઇનકાર કરવામાં આવતા કોંગ્રેસ તેમજ ભાજપા સભ્યો એ સભા માં હોબાળો મચાવ્યો હતો.

અને ત્યાર બાદ ૧૨ જેટલા સભ્યો એ વોક આઉટ કરી અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. તો હાજર રહેલા કુલ ૧૬ સભ્યો માંથી ૧૫ જેટલા સભ્યો એ પોતાનો મત નંદા બેન રાજુભાઈ વાઘેલા ને આપતા નંદા બેનને ઉપ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા,  ઝાલોદ

Related posts

Leave a Comment