હિન્દ ન્યુઝ, ભાવનગર જામનગર ખાતે તા. 28/5/2022 બપોરે 4 થી 6 ધન્વંતરિ હોલ માં યોગ સંવાદ સાંજે 6 વાગ્યે યોગ રેલી મુખ્ય માર્ગ પર ફરશે. ક્રિકેટ બંગલો રેલી નું સમાપન થશે 29/5/2022 સવારે 5:30 ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ માં યોગ મહા સીબીર માં જામનગર ની જાહેર જનતા ને જોડાવા માટે નીચે આપેલ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરવો સાથે દરેક યોગ પ્રેમી, સસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિઓ ના પ્રમુખો પોતાના ગ્રુપ નું નામ, ફોન નંબર સાથે ટી-શર્ટ ની સાઈઝ અને વાહન નંબર નોંધાવા માટે જામનગર ના જિલ્લા કો-ઓડીનેટર પ્રીતિબેન શુકલ ને કાર્યાલય ખાતે…
Read MoreDay: May 21, 2022
૨૧ મે – આતંકવાદ વિરોધી દિન નિમિતે કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિમાં અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા
હિન્દ ન્યુઝ, ભાવનગર ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર તથા સંકલન સમિતિના તમામ અધિકારીઓએ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામજીક સદભાવના જાળવવાં અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચીં વળવાં શપથ લેવામાં…
Read Moreચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકને સંબોધતાં કલેક્ટરએ ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે…
Read Moreજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે રજૂ કરેલાં પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે…
Read Moreસંખેશ્ચર ખાતે વિજ વાયર દૂર કરવા અરજદાર સતત અરજી આપવા છતાંય કોઇ કામગીરી નહિ, જીઇબી સમી ની મનમાની આવી સામે
હિન્દ ન્યુઝ, રાધનપુર સંખેશ્ચર ખાતે રહેતા સાધુ રસીલા બેન બળદેવ દાસ જેઓ સતત ૧૨ મહિના થી વીજ વાયર દૂર કરવા અરજી કરી રહ્યા છે ફરી થી તેઓ એ ૧/૧/૨૦૨૨ ના રોજ અરજી કરેલ અને જણાવેલ કે અમારા મકાન ઉપર થી વીજ વાયર જે ચાલ્યો છે એ ખૂબ જ ઘાતક હોઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે નહિ તો આવનાર ચોમાસા માં કઈ તકલીફ ઘર માલિક ફેમિલી ને થશે તો જવાબદાર જીઇબી સમી રહેશે, સમી નાયબ ઇજનેર કાર્યપાલક ને સતત અરજી તેમજ રૂબરૂ ઓફિસ ખાતે મૌખિક વાત ચીત પણ કરેલ પણ…
Read Moreમૃત્યુબાદ દેહદાન અને ચક્ષુદાન કરી મૃત્યુ પછી પણ સમાજ ઋણ ચૂકવતાં પાલીતાણાના સામાજિક આગેવાન
હિન્દ ન્યુઝ, આપણે ત્યાં લોકો મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરતાં હોય છે. પરંતુ પાલીતાણાના સામાજિક આગેવાન વલ્લભભાઇ શિહોરાએ આ બંન્ને કરીને મૃત્યુ બાદ પણ સેવાનો ભેખ જાળવી રાખ્યો છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરાના પિતા વલ્લભભાઈ શામજીભાઈ શિહોરા જેઓનું આજરોજ અવસાન થયું હતું. જેને લઇને પરિવારના સંકલ્પને લઈને દેહદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેઓની દેહદાન યાત્રા સાંજે કાઢવામાં આવશે ત્યારે ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણાની સામાજિક સંસ્થાઓ અને રેડ ક્રોસ સોસાયટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતી.
Read Moreસોમનાથ તીર્થમાં દેવભાષા સંસ્કૃત સંભાષણના પ્રથમ વર્ગનો સમાપન કાર્યક્રમ યોજાયો “सोमनाथ मन्दिर परिसरे भवतां हार्दं -स्वागतम् अस्ति ”
હિન્દ ન્યુઝ, સોમનાથ તા.21-05-2022,શનિવાર- વૈશાખ વદ છઠ સોમનાથ ખાતે આવતા યાત્રીઓનું દેવભાષા સંસ્કૃત ના પવિત્ર શબ્દોથી સ્વાગત થાય, તેવા શુભાશય સાથે યોજાયેલ પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થયું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી શ્રી સોમનાથ સંસ્કૃત- યુનિવર્સિટિ દ્વારા 15 દિવસિય તાલિમ વર્ગનું સોમનાથ યાત્રી સેવાકેન્દ્ર ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ ના શ્રી સોમનાથ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાનની સેવા કરતા પૂજારીશ્રીઓ તથા સ્થાનિક તિર્થપુરોહિતો ના પરિવારો સંસ્કૃત સંભાષણ સરળતાથી કરી શકે તેવા શુભાશય થી સંસ્કૃત સંભાષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 દિવસ ચાલેલા વર્ગમાં…
Read Moreકડોદરા વરેલી ખાતે મોબાઈલ ની દુકાનનું શટર તોડી મોબાઈલ તેમજ એસેસરીઝ ઘરફોડ ભેદ ઉકેલી આંતર રાજ્ય ચોરી કરતા કુખ્યાત ગેંગ નાં મુખ્ય સૂત્રધાર સહિત આરોપીઓને ઝડપી પાડી મોબાઈલ તથા રોકડ રકમ સહિત ની રિકવરી કરતી કડોદરા જી આઈ ડી સી પોલીસ
હિન્દ ન્યુઝ, કડોદરા અધિક પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ ડૉ. એસ.પી.રાજકુમારનાં રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર સુરત ગ્રામ્ય નાઓ તરફથી મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપેલ જેના ભાગરૂપે થાણા ઇન્ચાર્જ આઇપીએસ વિશાખા જૈન તથા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક બારડોલી વિભાગ, ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ની ટીમ બનાવી ગુનાને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ગત તારીખ ૪-૪-૨૦૨૨ ના રોજ વરેલી ખાતે આવેલ ચામુંડા મોબાઇલની દુકાનમાં દુકાનનું શટર તોડી ને અલગ અલગ કંપનીના મોબાઈલ તથા એસેસરીઝ તેમજ રોકડ રકમ તથા ડીવીઆર મળી…
Read Moreબાબા જયગુરૂદેવ મહારાજ ના દશમાં વાર્ષિક ભંડારા ની ઉજવણી
હિન્દ ન્યુઝ, વાલિયા પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકા ના પઠાર ગામે જયગુરૂદેવ પંથ દ્વારા બાબા જયગુરૂદેવજી મહારાજ ના દશમાં વાર્ષિક ભંડારા નિમિતે સત્સંગ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોકલા સિંગલવાણ વાલિયા, નેત્રંગ થી ભક્તો મોટી સંખ્યામાં પોહચ્યા હતા. જેઓ ને સત્સંગ વક્તા ભીખુદાદા દ્વારા ગુરુવચનો યાદ કરાવી સૌને આધ્યાત્મિક બનાવી દીધા હતા સાથે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જયગુરૂદેવ સંગત પઠાર ના પ્રમુખ રાકેશભાઇ દેશમુખે જણાવ્યું કે બાબા જયગુરૂદેવજી પઠાર ગામ સાથે વિશેષ લાગણી પેહલે થી જ રહી છે તેઓ અહીંયા ઘણી વાર આવ્યા હતા અને ભક્તો ને કહ્યું…
Read Moreધ્રાંગધ્રા DCW કંપની દ્વારા તમામ કર્મચારીઓને અર્બન હેલ્થ વિભાગ દ્વારા મેધા ડ્રાઈવમા વેકસીનેશન માટે આપી નોટીસ સાથે લોકોને બુસ્ટરડોઝ લેવા કરાઈ અપીલ
હિન્દ ન્યુઝ, ગુજરાત સરકાર દ્વારા કોરોના ના પ્રથમ અને દ્વિતીય રસીકરણ પ્રક્રીયા ને પુર્ણ કર્યા પછી કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ માટે પણ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે ત્યારે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તારીખ ૨૨/૦૫/૨૦૨૨ રવિવાર ના રોજ ધ્રાંગધ્રા શહેર ખાતે કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ મેગા ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધાંગધ્રા ડી.સી.ડબલ્યુ કંપની દ્વારા પોતાના તમામ કર્મચારીઓ, હંગામી કર્મચારીઓ, રોજમદાર કર્મચારીઓ આ ડોઝ થી વંચિત ના રહે તે માટે તમામ ને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવેલ. આ સાથે આ ડોઝ ધ્રાંગધ્રા શહેર ની આજુબાજુના વિસ્તારમાં…
Read More