હિન્દ ન્યુઝ, રાજપીપલા જિલ્લા આરોગયતંત્ર ધ્વારા પ્રવર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને રાજ્યવ્યાપી હાથ ધરાયેલા કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત આજે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત જિલ્લા-તાલુકા કક્ષાએ કુલ-૩૪ જેટલા વિવિધ સેન્ટરો ખાતે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી. અત્રે એ ઉલ્લેખનિય છે કે, જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરો અને મોબાઇલ ટીમ દ્વારા સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ૧૨ થી ૧૪ વર્ષના બાળકો, ૧૫ થી ૧૭ વર્ષના યુવાઓ તેમજ ૧૮ થી ૬૦ વર્ષના બાકી રહેલ હોય તેવા લાભાર્થીઓને વેક્સીનેશનનો પ્રથમ,બીજો (સેકન્ડ) ડોઝ આપવાની સાથે હેલ્થકેર વર્કર, ફન્ટલાઇન વર્કરો અને ૬૦ થી વધુની વયના બાકી રહેલ તમામ…
Read MoreDay: May 22, 2022
ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ધ્રાગધા શહેર ના વિવિધ વિસ્તારો માં બુસ્ટરડોઝ મેધા ડ્રાઈવ યોજાયો બોહળી સંખ્યામાં લોકોએ લીધો વેકસીનેશન નો લાભ
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ગુજરાત સરકાર દ્વારા કોરોના ના પ્રથમ અને દ્વિતીય રસીકરણ પ્રક્રીયા ને પુર્ણ કર્યા પછી કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ માટે પણ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે ત્યારે ધ્રાગધા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તારીખ ૨૨/૦૫/૨૦૨૨ ના રોજ ધ્રાગધા શહેર ખાતે કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ મેધા ડ્રાઈવનૂ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે મેડિકલ ઓફિસર ર્ડો વર્ષા મેમ પટેલ, દ્વારા ધાંગધ્રા ડી.સી.ડબલ્યુ સ્કુલ સહીત ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી, ધોળીધાર, ખાટકીવાસ, ફુલગલી, મયુરનગર, નરશીપરા, ખારી શેરી સહીત વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બુસ્ટરડોઝમેધા ડ્રાઈવ યોજાઇ હતી આ બુસ્ટર ડોઝ મેધા ડ્રાઈવ માં…
Read Moreરાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે જે અંતર્ગત રાજયની આઠ…
Read Moreપાલીતાણાની આર.એમ.ડી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગમાં રોબોટીંગ હેન્ડથી દર્દીઓની સારવાર થશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની આરોગ્ય સુવિધાઓમાં દિનપ્રતિદિન સુધારો અને નવીનીકરણ થઈ રહ્યાં છે. તે અંતર્ગત આજે પાલિતાણાની આર.એમ.ડી. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી વિભાગ માટે રોબોટિક હેન્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે લોકોના હાથ-પગ કામ નથી કરતાં કે ન્યૂરોલોજીકલ પ્રકારની તકલીફો ધરાવે છે તેવા લોકો માટે આ રોબોટિક હેન્ડ આશીર્વાદરૂપ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં આવાં બે મશીન વસાવવામાં આવ્યાં છે. એક મશીનની કિંમત ૧.૨૦ લાખ છે અને તે મશીનો શાંઘાઈથી મંગાવવામાં આવ્યાં છે. રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપીમાં રોબોટિંગ હેન્ડથી ફિઝિયોથેરાપીની સારવાર કરી આપવામાં આવશે. રિહેબિલિટેશન સેન્ટર દ્વારા આ મશીન લાવવામાં આવ્યું…
Read Moreરાજકોટ ખાતે સરકારની NRLM યોજના અંતર્ગત SHG ને કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકો હેમુ ગઢવી હોલ ખાતે ગત ૧૯-૦૫-૨૦૨૨ નાં રોજ સરકારની NRLM યોજના અંતર્ગત SHG ને કેશ ક્રેડિટ કેમ્પ માં રૂ.૬ કરોડનું ધિરાણ.૨૫ લાખ CIF, ૨૬ લાખ વ્યાજ સહાયના મંજૂરી પત્ર અને ચેકનું વિતરણ કરવામાં આવેલ. સદરહુ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ભૂપતભાઇ બોદર, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, રામભાઇ મોકરિયા, જિલ્લા કલકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડી.આર.ડી.એ.નિયામક ધાધલ, આરડીસી જનરલ મેનેજર સખીયા, રાદડીયા, SGB ચેરમેન મનોજ કુમાર, BOB, BOI, UBI વગેરે બેંકના એજીએમ તેમજ લીડ બેંક મેનેજર, નાબાર્ડ ડીડીએમ, આરશેટી ડાયરેકટર, ડીએલએમ વી.બી.બસિયા…
Read Moreરાધનપુર નો યુવાન છેતરાયો,એક લાખ એસી હજાર માં લાવેલી દુલ્હન યુવાન ને કેફી પીણું પાઇ પચીસ હજાર લઈ ફરાર થઇ
હિન્દ ન્યુઝ, રાધનપુર આમ તો જેટલી લૂંટેરી દુલ્હન ના કિસ્સા ઓ અવારનવાર સાંભળ્યા હશે આજે એવો જ એક લૂંટેરી દુલ્હન નો કિસ્સો જોવા મળ્યો રાધનપુર સહેર માં, રાધનપુર ના યુવાન ને સૂતો મૂકી મધરાત્રે 25 હજાર લઈ ફરાર થઇ દુલ્હન આ ચોંકાવનારો કિસ્સો રાધનપુર નો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર શહેર ના વિઠલનગર માં રહેતા દિલીપભાઈ કેશવલાલ સુથાર જેઓ મૂળ લીમગામડાં ના વતની છે જેઓ ને લૂંટેરી દુલ્હન છેતરી રાતો રાત ફરાર થઇ છે. વિઠલનગર ના યુવાન ના લગ્ન થયેલ ના હોય તેણે કોરડા ગામના…
Read Moreબોટાદ જિલ્લાની જાહેરજનતા જોગ, ૧૦ રૂપિયાનો ચલણી સિક્કાને કોઈ વ્યવહારમાં સ્વીકારવાની ના પાડી શકાશે નહી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી અને ગ્રાહક સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકાર માન્ય ૧૦ રૂપિયાનો ચલણી સિક્કો લીગલ ટેન્ડર છે. અર્થાત ભારતભરમાં થતાં કોઇપણ વ્યવહારો માટે તે કાયદેસર અને સ્વીકાર્ય છે. રીઝર્વ બેન્ક (RBI) અલગ અલગ થીમ, સાઇઝ અને ડિઝાઇનમાં ૧૦ રૂપિયાના સિક્કા બહાર પાડે છે. તેથી લોકોમાં એવી ભ્રમણા પ્રવર્તે છે કે અમુક સિક્કાઓ નકલી છે અને અમુક અસલી. જેના કારણે છેલ્લા કેટલાંક સમયથી લોકો વ્યવહારમાં ૧૦ રૂપિયાનો સિક્કો સ્વીકારતાં ખચકાવા લાગ્યા છે. જેના કારણે આ પ્રકારની અફવાઓનું બજાર વધારે ગરમ થયેલ જોવા…
Read Moreબોટાદમાં સ્વ-સહાય જૂથની બહેનોને બેંક લોન આપવા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ ખાતે આજરોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી., ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્યકક્ષાની જરૂરિયાતમંદ મહિલાઓના સ્વ-સહાય જૂથોને બેન્ક સાથે લીન્ક કરવાના હેતુ સાથે કેશ ક્રેડિટ કેમ્પ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ધીરૂભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, બહેનો આર્થિક રીતે પગભર થઈ શકે અને કોઈની પાસે હાથ લંબાવવો ન પડે તે માટે સરકારએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે. આ કેશ ક્રેડીટ કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગ્રામીણ…
Read Moreસુરત શહેર માં સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે રાષ્ટ્રીય કક્ષાનો આરટીઆઇ સંમેલન યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેરમા વરાછા રોડ ઉપર આવેલ સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે રાષ્ટ્રીય કક્ષાનો આરટીઆઇ સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટો તથા પત્રકારો તથા સરકારી નિવૃત્ત અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં સુરત આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરમાં એક પ્રાથમિક શાળાના નિવૃત્ત શિક્ષક દિપકભાઈ પટેલ દ્વારા બે વર્ષ પૂર્વથી આ સંમેલન નું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેના સ્થાપક તરીકે દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી ખાતા માંથી માહિતી માગવાનો આપનો પૂરો અધિકાર છે અને આ અધિકાર…
Read Moreધ્રાંગધ્રાના મેળાના મેદાન ખાતે મુસ્લીમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા પ્રથમ સમુહશાદી યોજાઇ ૧૩ જેટલા દુલ્લાહ દુલ્હન સમુહશાદી માં હિન્દુ મુસ્લિમ રાજકીય આગેવાનો ઉધોગપતિ સહીત હોદ્દેદારો રહ્યા ઉપસ્થિતિ
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ના હજરત પીર ની દરગાહ પાસે આવેલ મેળાના મેદાન ખાતે સમગ્ર ધ્રાંગધ્રા મુસ્લીમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઈ હતી જેમાં ૧૩ જેટલા યુવક યુવતીઓ શાદી ના જોડામા જોડાયા હતા આ સમૂહ શાદી ના કાર્યમા બજાણા ના સોહરવદી પીરઝાદા સૈયદ ઝિયા ઉલ્લહકબાવા જયેશભાઈ હીરાભાઈ પટેલ ઉધોગપતિ ધ્રાંગધ્રા, મૌલાના ઇમરાન રજા, અલ્પેશભાઈ પટેલ, નિર્મલભાઈ શાહ જૈન ગ્રુપ, સૈયદ ઇમ્તિયાઝ ભાઈ સુધરાયસભ્ય, હુશેનભાઈ , યુનુસભાઇ વકીલ સલીમભાઇ માટી વારા, મુન્નાભાઈ રબારી જીલાભાઈ મેવાડા સહીત આગેવાનો, હોદ્દેદારો, મુસ્લીમ ફકીર સમાજના આગેવાનો હોદ્દેદારો તેમજ…
Read More