ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ધ્રાગધા શહેર ના વિવિધ વિસ્તારો માં બુસ્ટરડોઝ મેધા ડ્રાઈવ યોજાયો બોહળી સંખ્યામાં લોકોએ લીધો વેકસીનેશન નો લાભ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

ગુજરાત સરકાર દ્વારા કોરોના ના પ્રથમ અને દ્વિતીય રસીકરણ પ્રક્રીયા ને પુર્ણ કર્યા પછી કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ માટે પણ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે ત્યારે ધ્રાગધા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તારીખ ૨૨/૦૫/૨૦૨૨ ના રોજ ધ્રાગધા શહેર ખાતે કોરોના રસીકરણનો બુસ્ટર ડોઝ મેધા ડ્રાઈવનૂ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે મેડિકલ ઓફિસર ર્ડો વર્ષા મેમ પટેલ, દ્વારા ધાંગધ્રા ડી.સી.ડબલ્યુ સ્કુલ સહીત ધ્રાંગધ્રા શહેરના સોની તલાવડી, ધોળીધાર, ખાટકીવાસ, ફુલગલી, મયુરનગર, નરશીપરા, ખારી શેરી સહીત વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બુસ્ટરડોઝમેધા ડ્રાઈવ યોજાઇ હતી આ બુસ્ટર ડોઝ મેધા ડ્રાઈવ માં ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર ના મનિષાબેન, રંજનબેન, મિતલબેન, પ્રવિણાબેન, મનિષાબેન, જયશ્રીબેન, રમીલાબેન, દુતિબેન, સહીત ધ્રાગધા શહેર પ્રમુખ કિરીટ સિંહ જાડેજા, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે વધુમા વધુ લોકો કોરોના બુસ્ટર ડોઝ લેવામા આવે તેવી અપીલ કરવામાં આવી હતી સાથે કોવિદ મહામારી સામે લડવાનુ એક માત્ર રામબાણ ઈલાજ એટલે વેકસીનેશન અંગે લોકોને સમજણ આપી બુસ્ટરડોઝ વેકસીનેનશ માટે પ્રેરીત કર્યા હતાં

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment