જામ ખંભાળિયા ના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ જામ-ખંભાળિયા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૭મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા      તારીખ ૧૪/૦૫/૨૦૨૨ ના રોજ જામ ખંભાળિયા ના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ જામ-ખંભાળિયા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૭મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત સંતો-મહંતો તોરણીયા ધામ ના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ તથા દ્વારકા ના કાનદાસ બાપુ આશ્રમના મહંત મુન્નાબાપુ તથા રાજકીય આગેવાનો સાંસદ પૂનમબેન માડમ, પુર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ વતી વીડી મોરી, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી…

Read More

ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ આઠમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમો યોજાયાં

હિન્દ ન્યુઝ, ભાવનગર  લોકોને સીધી રીતે સ્પર્શથી વ્યક્તિગત બાબતોનું નિવારણ તેમના ઘર આંગણે જ આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની કડીમાં આ વર્ષે આઠમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર જિલ્લા અને શહેરમાં વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યો હતો. ઘોઘા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહ્યાં હતાં. રાજ્યભરમાં પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે મળી રહે તેવાં ઉમદા હેતુથી દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું…

Read More

સાયલા તાલુકામાં આઠમા તબક્કા નો બીજો સેવાસેતુ કાર્યક્રમ દેવગઢ ગામે યોજાયો

હિન્દ ન્યુઝ, સાયલા સાયલા તાલુકામાં 8 માં તબક્કા નો સેવસેતુ યોજવાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં બીજા તબક્કા નો સેવસેતુ કાર્યક્રમ દેવગઢ ગામે રાખેલ હતો. દેવગઢ ખાતે પ્રાથમિક શાળામાં સેવસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં આધારકાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રેશનકાર્ડ, આવકનાદાખલા, વિધવાસહાય, વ્હાલીદીકરી યોજના, આરોગ્ય તપાસણી, બેન્ક ને લગતા કામ જેવા અનેક કામો કરવામાં આવેલ હતા. જે આજુબાજુ ના નોલી, દેવગઢ, નડાળા, લાખાવાડ, ખીટલા, લીંબાળા, મોટા ભડલા, ચોરવીરા (જી ), લોયા, નાગડકા, સાંગોઈ, ગઢ, શિરવાણીયા, ગામના લોકોએ લાભ લીધો હતો. આ સેવસેતુ માં મામલતદાર વાય.પી. રાણા તથા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ તથા તમામ…

Read More

બોટાદ ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ હડદડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ    બોટાદ તાલુકાનો ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ હડદડ ખાતે આજ રોજ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.    રાજ્યના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવી ઉમદા હેતુને ધ્યાને લઈ સેવા સેતુ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. જે અન્વયે બોટાદ શહેર અને ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા હોલ બોટાદ ખાતે નાયબ કલેકટર- 1 આર.કે.વંગવાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જુદાં-જુદાં વિભાગોની સેવા ઉપલબ્ધ કરાઈ…

Read More