જામ ખંભાળિયા ના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ જામ-ખંભાળિયા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૭મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા

     તારીખ ૧૪/૦૫/૨૦૨૨ ના રોજ જામ ખંભાળિયા ના કુવાડીયા ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ જામ-ખંભાળિયા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ૭મા સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં 25 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા. આ સમૂહલગ્નમાં ઉપસ્થિત સંતો-મહંતો તોરણીયા ધામ ના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ તથા દ્વારકા ના કાનદાસ બાપુ આશ્રમના મહંત મુન્નાબાપુ તથા રાજકીય આગેવાનો સાંસદ પૂનમબેન માડમ, પુર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા, ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ વતી વીડી મોરી, પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણજારીયા તથા જિલ્લા પંચાયતના સદસ્યઓ એભાભાઈ કરમુર ભરતભાઈ ચાવડા, સંજયભાઈ નકુમ, હિતેશભાઈ પિંડારિયા તથા APMC ડાયરેક્ટર પ્રભાતભાઈ ચાવડા તથા લોહાણા સમાજ પ્રમુખ જીતુભાઈ લાલ, અનિલભાઈ તન્ના, ભરતભાઈ મોટાણી, વીનુકાકા સોમૈયા તથા જિલ્લા ભાજપ મંત્રી પરબતભાઇ ભાદરકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ પિંડારિયા, તાલુકા પંચાયત સદસ્ય ઘેલુભા જાડેજા, દાંતા ગામ રાજપૂત સમાજ અગ્રણી ધીરુભા જાડેજા તથા દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર તથા જિલ્લા યુવા ભાજપના મહામંત્રી આનંદભાઈ હરખાણી, ખંભાલીયા નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈપરમાર તથા ગઢવી સમાજ અગ્રણી આશાભાઈ લુણા, પરબતભાઈ માયાણી, પીએમ ભાઈ, ગઢવી બલુભાઈ ભોજાણી તથા ભરવાડ સમાજ અગ્રણીઓ મા લાલપુર તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ ગમારા તથા જામનગર ભરવાડ સમાજ અગ્રણી વિરમભાઇ વકાતર તથા મચ્છા ભાઈ ઠુંગા તથા જામનગર તાલુકા પંચાયતના સદસ્ય લીંબાભાઇ ગમારા તથા નાઘેડી ગ્રામ પંચાયત ના સરપંચ સુરેશભાઈ બાંભવા તથા તથા ભરવાડ સમાજ જામનગર ના યુવા અગ્રણી રાજુભાઈ જોગસવા, કમલેશભાઈ ખાટરીયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના અલગ અલગ રાજકીય અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ બાબત એ બની કે ભરવાડ સમાજના દાનવીર ભામાશા ની છાપ ધરાવતા ગોરધનભાઈ હીરાભાઈ ભરવાડ (સરસીયા) હાલ સૂરત દ્વારા આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જામ ખંભાળીયા ખાતે સમસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ ની બોયઝ હોસ્ટેલ ના નવનિર્માણ બાબતની જાહેરાત કરવામાં આવી જેમાં પરમ પૂજ્ય શ્રી રાજેન્દ્ર દાસ બાપુ ના હસ્તે ગોરધનભાઈ ભરવાડ દ્વારા બોયસ હોસ્ટેલ ના નવનિર્માણ માટે રુપીયા ૫૧,૫૧,૧૫૧/- રૂપિયા અનુદાન ની જાહેરાત કરવામાં આવી.

તેમજ સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતે 11 લાખ પાંચ હજાર રોકડ અને સાંસદ ની ગ્રાન્ટ માંથી પાંચ લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવ્યું, તથા જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા) દ્વારા રૂ. ૫ લાખ રૂપિયાનું અનુદાન જાહેર કરવામાં આવ્યું તથા ખંભાલિયા ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા પાંચ લાખ રૂપિયાની ધારાસભ્ય ની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી, લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ દ્વારા ૩,૫૧,૦૦૦ લાખ રોકડ અનુદાન તેમજ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ વતી મયુરભાઇ ગઢવી દ્વારા પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી, એવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ વી.ડી મોરી દ્વારા પ લાખ રૂપિયાની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ નું હોસ્ટેલ માટે જાહેરાત કરવામાં આવી તથા સુરતથી આહીર સમાજ અગ્રણી રામસીભાઈ ગોરીયા દ્વારા 1 લાખ રૂપિયાના અનુદાનની જાહેરાત કરવામા આવી. આમ જામખંભાળિયા ભરવાડ સમાજ દ્વારા જગાવવામાં આવેલી આ શિક્ષણ જ્યોત મા ટોટલ 91 લાખ ૫૧ હજાર રૂપિયાની રોકડ તથા ગ્રાન્ટ ની જાહેરાત કરવામાં આવી અને આ સમગ્ર આયોજન માં જામ ખંભાળિયા ભરવાડ સમાજના અગ્રણી રમેશભાઈ ટોયટા તથા રાજુભાઇ સરસીયા અને એમની સહયોગી ટીમ શીવાભાઈ મુંધવા, દેવસીભાઈ ઝાપડા, ચોથાભાઈ લાંબરીયા, લખનભાઈ લાંબરીયા, બાબુભાઈ કરીર, પ્રવીણભાઈ લાંબરીયા અને ગોગનભાઈ બાંભવા અને સમસ્ત જામ ખંભાળિયા તાલુકા ભરવાડ સમાજના યુવાનો અને વડીલો દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન બાબત જહેમત ઉઠાવી આસનને સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ભરવાડ સમાજ ના ગાયક કલાકાર રીન્કુ બેન ભરવાડ, અનિલભાઈ ભરવાડ દ્વારા લગ્ન ગીતો રજૂ કરવામાં આવ્યા અને જામનગર ની વિશ્વવિખ્યાત રાજશક્તિ રાસ મંડળી આ સમગ્ર પ્રોગ્રામમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. તેમજ આ કાર્યક્રમમાં ૨૦થી ૨૫ હજાર જેવા સમાજના વ્યક્તિઓ એકઠા થયેલા એક સમય માટે આયોજકો દ્વારા વ્યવસ્થા જાળવી રાખવી પણ મુશ્કેલ દેખાઈ રહી હતી. પરંતુ ખૂબ જ આયોજનપૂર્વક આ સમગ્ર પ્રોગ્રામ સફળતાપૂર્વક આયોજકો દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટર : નાગજી ગમારા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment