હિન્દ ન્યુઝ, ભાવનગર
લોકોને સીધી રીતે સ્પર્શથી વ્યક્તિગત બાબતોનું નિવારણ તેમના ઘર આંગણે જ આવે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેની કડીમાં આ વર્ષે આઠમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર જિલ્લા અને શહેરમાં વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યો હતો.
ઘોઘા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહ્યાં હતાં.
રાજ્યભરમાં પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓનું નિરાકરણ તેમના ઘર આંગણે મળી રહે તેવાં ઉમદા હેતુથી દરેક માસના બીજા શનિવારે તાલુકાના એક ગામમાં ‘સેવાસેતુ’ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
જે અન્વયે ઘોઘા તાલુકાના ઘોઘા ગામે, ભાવનગર ગ્રામ્યમાં પાલિતાણાના લોઈચડા ગામે, ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર શહેરમાં તેમજ વિવિધ તાલુકાના સેવા સેતુ કાર્યક્રમો વિવિધ ગામોમાં યોજાયાં હતાં.
આ સેવાસેતુ કાર્યક્રમમાં નાગરિકોને આવક, જાતિ, નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી., સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના, આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીની નોધણી, જમીન અંગે નવી નોંધ, દાખલ અરજી, સુધારા અરજી, વિધવા, વયવંદના, અપંગ વૃધ્ધ–નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી, પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા જન્મ મરણના દાખલા, ટાઉન પ્લાનીંગ, પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં લાભો આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ જરૂરીયાતમંદ લોકો સુધી પહોચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવાં પડે તેવા ઉમદા હેતુથી સમગ્ર રાજ્યમાં આઠમાં તબક્કાના સેવાસેતુના કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે.
સેવા સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને આયુષમાન કાર્ડ, આવકના દાખલા, જમીનના ૭-૧૨,૮-અ ના દાખલા, ગંગાસ્વરૂપ યોજના, આરોગ્યની PM JAY જેવી વિવિધ ૫૬ જેટલી સેવાઓ લોકોને સ્થળ પર જ મળી રહે અને “સરકાર પ્રજાના દ્વારે” એવી લોકોને પ્રતિતિ થાય એવો જિલ્લા વહીવટી તંત્રનો ઉદ્દેશ્ય છે.
રાજય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો લાભ મળે. આ ઉપરાંત રાજ્યના જરૂરીયાત મંદ નાગરિકોને તેમના હક્કનો લાભ તેમના ઘરઆંગણે જ મળે તેઓ ભાવ આ સેવા સેતુ કાર્યક્રમ પાછળ રહેલો છે.
ઘોઘા તાલુકાના ઘોઘા ગામે યોજાયેલાં સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ડી.સી ગોહિલ, જગદીશભાઈ ગોહિલ, મામલતદાર એ.આર. ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એ.આર.પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ વેગડ, જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને કર્મચારીઓ તથા લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

