સાયલા તાલુકામાં આઠમા તબક્કા નો બીજો સેવાસેતુ કાર્યક્રમ દેવગઢ ગામે યોજાયો

હિન્દ ન્યુઝ, સાયલા

સાયલા તાલુકામાં 8 માં તબક્કા નો સેવસેતુ યોજવાનુ આયોજન કરવામાં આવેલ. જેમાં બીજા તબક્કા નો સેવસેતુ કાર્યક્રમ દેવગઢ ગામે રાખેલ હતો. દેવગઢ ખાતે પ્રાથમિક શાળામાં સેવસેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં આધારકાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રેશનકાર્ડ, આવકનાદાખલા, વિધવાસહાય, વ્હાલીદીકરી યોજના, આરોગ્ય તપાસણી, બેન્ક ને લગતા કામ જેવા અનેક કામો કરવામાં આવેલ હતા. જે આજુબાજુ ના નોલી, દેવગઢ, નડાળા, લાખાવાડ, ખીટલા, લીંબાળા, મોટા ભડલા, ચોરવીરા (જી ), લોયા, નાગડકા, સાંગોઈ, ગઢ, શિરવાણીયા, ગામના લોકોએ લાભ લીધો હતો. આ સેવસેતુ માં મામલતદાર વાય.પી. રાણા તથા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ તથા તમામ વિભાગ ના કર્મચારી ઉપસ્થિત રહી સ્થળ પર જ 3200 જેટલી અરજી નો નિકાલ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર, સાયલા

Related posts

Leave a Comment