દિયોદર ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી કથા નો પ્રારંભ 51 ગૌ માતા ની પૂજા થશે

“કોરોના વાઈરસ ની ગ્રાઇડ લાઈન મુજબ કથા યોજાશે કથા ભક્તો ટીવી પર લાઈવ નિહાળે છે”

હિન્દ ન્યુઝ, દિયોદર

                                   ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લા માં દિયોદર ખાતે ગજાનંદ ગૌ શાળા ખાતે આજ થી એટલે કે 7 જાન્યુઆરી થી વિષેશ ભાગવત કથા નો પ્રારંભ થઇ રહો છે. જેમાં આ વખતે પ્રથમ વખત એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત 51 ગૌ માતા ની વિષેશ પૂજા અર્ચના થશે. જો કે કોરોના વાઈરસ વચ્ચે સરકાર ની ગ્રાઇડ લાઈન નું પાલન થાય તે માટે આ સમગ્ર કાર્યક્રમ ગૌ પ્રેમીઓ ઘર બેસી નિહાળી શકશે. જેના માટે लक्ष्य टीवी પર લાઈવ નિહાળી શકાશે. આ બાબતે ગૌ શાળા ના મુકુંદજી મહારાજે જણાવેલ કે પ્રથમ વખત આ આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ પીઠ જગત જનની માં અંબા ના 51 સ્વરૂપ છે. જેમાં એક સ્વરૂપ ગાય માતા નું હોવાથી પ્રથમ વખત 51 ગૌ માતા ની પૂજા અર્ચના થશે. જેને લઈ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કથા માં સોસીયલ ડિસ્ટન સાથે આ કથા યોજાશે. જેમાં ગૌ ભક્તો એકઠા ન થાય તે માટે આ કથા ગૌ ભક્તો ઘર બેઠા લાઈવ નિહાળી શકશે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment