દિયોદર જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને ઠાકોર બોડીગ ખાતે ભાજપ ની બેઠક મળી

હિન્દ ન્યુઝ, દિયોદર

                            દિયોદર ઠાકોર બોડીગ ખાતે આજે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને તાલુકા ભાજપ કાર્યકરો ની બેઠક નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ના ભાજપ ના આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી બેઠક શરૂ કરવામાં આવી હતી.

જેમાં દિયોદર તાલુકા ભાજપ દ્વારા આવેલ જિલ્લા ભાજપ ના આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જેમાં આ બેઠક માં આગામી કાર્યક્રમો ને લઈ વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક માં જિલ્લા ભાજપ મંત્રી કનુભાઈ વ્યાસ, ડાયાભાઈ પિલિયાતર, લક્ષમણસિંહ વાઘેલા, દિલીપસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, માર્કેટ સમિતિ ના ચેરમેન ઈશ્વરભાઈ તરક, બનાસ બેંક ના ડિરેકટર ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના સદસ્ય રમેશભાઈ ચૌધરી, રમેશભાઇ જોષી, મુકેશભાઈ ઠાકોર (કોતરવાડા) વાળા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment