દિયોદર ના જાડા ગામે દફનવિધિ થયેલ નિલ ગાય ને બહાર કાઢી પી એમ કરાવ્યું

હિન્દ ન્યુઝ ,દિયોદર

      દિયોદર તાલુકા ના જાડા ગામે ગત દિવસે એક ખેતર માં નિલ ગાય ને દફનવિધિ કરવામાં આવી છે. તેવું ફોરેસ્ટ વિભાગ ને જાણવા મળતા દિયોદર ફોરેસ્ટ વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી. જેમાં આજે વહેલી સવારે પશુ ડોકટર દ્વારા મૃતક નિલ ગાય ને દફનવિધિ માંથી બહાર કાઢી પી એમ કરવામાં આવતા નિલ ગાય નું જાનવર કરડવા થી મુત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.

ગત દિવસે નિલ ગાય ની હત્યા કરી દફનવિધિ કરવામાં આવી હોવાનું સોસીયલ મીડિયા માં વાયરલ થતા આ મામલો ઉર્ગ બન્યો હતો. જેમાં ફોરેસ્ટ અધિકારી ની ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા જાનવર કરડવાથી નિલ ગાય નું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment