જામખંભાળિયા ખાતે મહિલા અને બાળવિકાસ વિભાગ માં કાર્યરત પાયલબેન પરમાર

હિન્દ ન્યુઝ, જામખંભાળિયા

ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) જામખંભાળિયા ખાતે પોલીસ સ્ટેશન મા કાર્યરત છે. જેમા ઘરેલુ હિંસા, સામાજિક અત્યાચાર, લિંગભેદ, સ્ત્રી ભ્રુણ હત્યા જેવા પ્રશ્નો બાબતે પીડિતા મહિલાનુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય રક્ષણ તથા વિવિધ વિકલ્પો પૈકી મહિલાને પોતાની પસંદગી મુજબનો નિર્ણય લઈ શકે તે માટે સક્ષમ બનાવી જરૂરી કાર્યવાહી તથા યોગ્ય માર્ગદર્શન તથા મદદ પુરી પાડવામા આવે છે. જામખંભાળિયા ખાતે ૨૦૧૫ થી કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા અનેક મહિલાઓની સમસ્યાનુ સમાધાન કરાવેલ છે. તેમજ અનેક વિખુટા પડેલા સંબંધોનું સુખદ મિલન કરાવેલ છે. તેમજ જરૂર જણાય ત્યાં પોલીસ કાર્યવાહી કાયદાકીય રક્ષણ તેમજ અન્ય સરકારી માળખા સાથે સંકલન સાધી પીડિતા મહિલાઓને માર્ગદર્શન અને મદદ પુરી પાડેલ છે. હાલ જામખંભાળિયા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ખાતે પાયલ બેન પરમાર ફરજ બજાવે છે.

રિપોર્ટેર : જયરાજ માખેચા, જામખંભાળિયા

Related posts

Leave a Comment