હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ તાલુકાનો ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ હડદડ ખાતે આજ રોજ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
રાજ્યના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવી ઉમદા હેતુને ધ્યાને લઈ સેવા સેતુ કાર્યક્રમનો વધુ એક તબક્કો યોજવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે. જે અન્વયે બોટાદ શહેર અને ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા હોલ બોટાદ ખાતે નાયબ કલેકટર- 1 આર.કે.વંગવાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં જુદાં-જુદાં વિભાગોની સેવા ઉપલબ્ધ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી દિપક સતાણી, નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા. બોટાદ ચીફ ઓફિસર, બોટાદ મામલતદાર સહિતના સબંધિત અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ