મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત રાજ્યના ૨૦૨૦-૨૨ની બેચના ૮ પ્રોબેશનરી આઇ.એ.એસ અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જીલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ આઈ.એ.એસ ટ્રેનિંગ સેન્ટર મસુરી ખાતે જવાના છે. આ પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓએ જિલ્લાની પોતાની તાલીમ દરમિયાનના અનુભવો મુખ્યમંત્રી સાથે શેર કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને રાજ્યની વિકાસયાત્રામાં તેમનું યોગદાન મળતું રહે અને તાલીમ બાદ તેઓ જ્યારે ગુજરાત પરત આવે ત્યારે આ વિકાસ યાત્રામાં પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સ્પીપાના મહાનિયામક આર.સી. મીના, મુખ્યમંત્રીના…

Read More

ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ-મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર             મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપૂર વડની મુલાકાત લીધી હતી               વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં આ કંથારપૂર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા ૬ કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા…

Read More

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં યુનિવર્સિટીઓના કુલપતિઓની સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા – રાજ્યપાલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ                ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી “અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ: શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ” કાર્યક્રમ અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પાંચ પ્રકલ્પના માધ્યમથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ ને વધુ યુવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રેરિત કરીએ. રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યુ હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે દેશભરમાં ઉજવાઈ રહેલાં “આઝાદી કા અમૃત મહોત્સવ” માં રાજભવનની સક્રિયતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…

Read More

ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ.ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં ગુજરાતના રોડમેપ-રણનીતિ અંગે ડૉ. હસમુખ અઢિયાના નેતૃત્વની ટાસ્કફોર્સનો રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ડૉ. હસમુખ અઢિયાના વડપણની ટાસ્કફોર્સ દ્વારા માત્ર ૩ જ મહિનાના ટૂંકાગાળામાં તૈયાર કરવામાં આવી રણનીતિ સરકારના બધા જ વિભાગોના સુચનો તથા ૧પ જેટલા સ્ટેક હોલ્ડર્સ સેમિનાર દ્વારા સૂઝાવો મેળવવામાં આવ્યા વડાપ્રધાનના ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યોને પોતાના રોડમેપ-રણનીતિ તૈયાર કરે તેવી વડાપ્રધાનની અપેક્ષાને ગુજરાતે પહેલ કરી સાકાર કરી : ડૉ. હસમુખ અઢિયા

Read More

સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવેલ, સોમનાથ મહાદેવ ની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન

હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા દિન 11 મે 1951 માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી.  દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થા નું કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવ મંદિરનો આજે તારીખ પ્રમાણે આજરોજ ૭૨ મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. ૧૧ મે ૧૯૫૧, ના ના સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના શુભહસ્તે હાલના જ્યોર્તિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. આ દિવ્ય પ્રસંગના પ્રસંગ સાક્ષી ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર કહે છે કે:  પ્રતિષ્ઠા…

Read More

ઉમરાળા તાલુકા દેવળીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર               સરકાર દ્વારા રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકતિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશિલતા આવે તે માટે તાલુકાકક્ષાએ આઠમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ઉમરાળા તાલુકામાં દેવળીયા ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૧૪/૦૫/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અઘિકાર, સિહોરનાં અઘ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેવળીયા, ઠોંડા, હડમતીયા, લાખાવાડ, રંધોળા, લંગાળા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ વગેરે જેવા પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડ, આઘારકાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, રાજ્ય સરકારના કૃષી, ૫શુપાલન,…

Read More