ઉમરાળા તાલુકા દેવળીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

             સરકાર દ્વારા રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યકતિલક્ષી રજુઆતોના ઉકેલમાં ગતીશિલતા આવે તે માટે તાલુકાકક્ષાએ આઠમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવા સુચના મળેલ છે. જે અન્વયે ઉમરાળા તાલુકામાં દેવળીયા ગામે પ્રાથમિક શાળા ખાતે તા.૧૪/૦૫/૨૦૨૨નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અઘિકાર, સિહોરનાં અઘ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેવળીયા, ઠોંડા, હડમતીયા, લાખાવાડ, રંધોળા, લંગાળા ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ વગેરે જેવા પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડ, આઘારકાર્ડ,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ, હેલ્થ વેલનેસ કાર્ડ, રાજ્ય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, વિઘવા સહાય તથા વૃઘ્ઘ નિરાઘાર સહાયઅને જમીનમાં નવી હક્કનોંધ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ વગેરે બાબતે માંગણી કરી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવાઇચ્છતાં હોય તેઓએ તા.૧૪/૦૫/૨૦૨૨નાં રોજ સવારના ૯-૦૦ થી ૧૧-૦૦ કલાક સુધીમાં દેવળીયા ગામે પ્રાથમિક શાળા ખાતે અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીઓ દ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૧૪/૦૫/૨૦૨૨નાં રોજ દેવળીયા ગામે નિયત સમયે ઉ૫સ્થિત રહેવા મામલતદાર, ઉમરાળા દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment