હિન્દ ન્યુઝ, રાજપીપલા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે આજે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એકતાનગર ખાતે ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી સંચાર મંત્રાલયના પ્રગતિશીલ વિકાસ કાર્યો, ગુજરાતમાં ચાલી રહેલી આગામી વિકાસ પરિયોજનાઓ અને ગુજરાતની જનતાની મંત્રાલય પાસેથી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. કેન્દ્રીય સંચાર મંત્રીએ કહ્યું કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગૃહ રાજ્ય છે તેથી અહીના લોકોની આકાંક્ષા અને અપેક્ષા પણ વધુ હોય તે સ્વાભાવિક છે,ત્યારે તમામ વિભાગોને સાતત્ય પૂર્ણ સેવા પ્રદાન કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી એ જણાવ્યુ…
Read MoreDay: May 2, 2022
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અન્વયે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ જાહેરાત
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) એ ગુજરાત સરકારની તેજસ્વી વિદ્યાર્થીઓના સહાય માટેની રાજ્ય સરકારની અગ્રણીયોજના છે. છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં લગભગ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓની અરજીઓમાં સહાય નહિ મળવાની સમસ્યાની રજૂઆતો સરકાર સમક્ષ આવતી હતી, તેમના પ્રશ્નોના/કેટલીક વહીવટી સ્થિતિના અર્થઘટનના અભાવે વિદ્યાર્થીઓને આ લાભ મળી શકતો ન હતો. ખૂબ ચર્ચા વિચારણા પછી ગુજરાત સરકારના શિક્ષણમંત્રી દ્વારા આ વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવી શકાય તે માટે ઇનિશિએટીવ લઈ એક તજજ્ઞ સમિતિની રચના તા.૯-૦૨-૨૦૨૨ ના રોજ કરાવી. આ સમિતિએ તમામ જી.આર. અને દરેક અરજીઓનો તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રશ્નોનો…
Read Moreશિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય
હિન્દ ન્યુઝ, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં દિશા-નિર્દેશાનુસાર રાજ્યના બે લાખથી પણ વધુ શિક્ષક પરિવારને સ્પર્શતો શિક્ષકોની બદલી બાબતનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શિક્ષણમંત્રીએ તા.૧૭-ર-ર૦રરના રોજ રાજ્યના હજારો શિક્ષકોના હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલી બાબતે મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયોની જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવેલ કે, આ નિર્ણય રાજ્યના વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ઐતહાસિક ફેરફાર કરનારો બનશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તા.૧/૪/૨૦૨૨ના રોજ તેનો ઠરાવ પણ પ્રસિધ્ધ કર્યો છે. તદનુસાર અત્યાર સુધી જે તે જિલ્લામાં ખાલી જગાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, જે હવે ૧૦૦ ટકા…
Read Moreબદલીના કેમ્પ બાબતે શિક્ષણમંત્રીશ્રીનો મહત્વપુર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના બદલીનું કેમ્પનું સમયાતરે આયોજન કરવામાં આવે છે. બદલી અંગેના પ્રવર્તમાન નિયમો તથા નામ.હાઇકોર્ટ દ્વારા અલગ અલગ કેસોમાં આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઇને ચાલુ વર્ષના બદલી કેમ્પનું આયોજન હાથ ધરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવેલ છે. વિચારણાને અંતે શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં લઇને બદલી કેમ્પ અંગે નીચે મુજબનો નિર્ણય કરવામાં આવેલ છે. નામ.હાઇકોર્ટ દ્વારા જે કેસોમાં કેસના અરજદારોની સિનિયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસોના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનિયોરીટી ગણ્યા બાદ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ નામ.હાઇકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ…
Read Moreઅખાત્રીજ મેળાને અનુલક્ષીને પાલીતાણા ટાઉનનાં રસ્તાઓને એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા શહેરમાં આગામી તા.૦૩/૦૫/૨૦૨૨ તથા તા.૦૪/૦૫/૨૦૨૨ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન થાય તેમજ અકસ્માત નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન કરવાનું જરૂરી જણાતા ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૩૩(૧)(બી) અન્વયે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પાલીતાણા શહેરમાં રસ્તાઓને તા.૦૩/૦૫/૨૦૨૨ થી તા.૦૪/૦૫/૨૦૨૨ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરેલ છે. જેમાં ભાવનગર થી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા ભારે વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાય પાસ રોડ થઈ સરદારનગર ચોકડી…
Read Moreપ્રાથમિક શિક્ષકોની બદલી અંગે શિક્ષણ વિભાગનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, ભાવનગર બદલી અંગેના પ્રવર્તમાન નિયમ તથા નામ.હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ ધ્યાને લઈ શિક્ષકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખી બદલી કેમ્પ અંગે મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે. નામ.હાઈકોર્ટ દ્વારા જે કેસમાં કેસના અરજદારોની સિનીયોરીટી અંગે આદેશો આપવામાં આવેલ છે તે કેસના પીટીશનરોના કિસ્સામાં ચુકાદામાં જણાવ્યા મુજબ સિનીયોરીટી ગણ્યા બાદ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નામ.હાઈકોર્ટના ચુકાદા મુજબ વધ-ઘટ કેમ્પ કરતા પહેલા વિકલ્પ કેમ્પનું તા.૦૧/૦૪/૨૦૨૨ નાં ઠરાવમાં દર્શાવેલ નિયમ મુજબ આયોજન કરવામાં આવશે અને તે પછી નિયમાનુસાર વધ ઘટ કેમ્પ, તાલુકા આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં…
Read Moreપાલીતાણા શહેરમાં અખાત્રીજ મેળાને અનુલક્ષીને પ્લાસ્ટીકની કોથળીઓ તથા ગુટકાનાં વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર પાલીતાણા શહેરમાં આગામી તા.૦૩/૦૫/૨૦૨૨ તથા તા.૦૪/૦૫/૨૦૨૨ નાં રોજ અખાત્રીજનો જૈન સમાજનો મેળો યોજાનાર છે અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર વગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉંચ/બોટલો, તમાકુ, પાન મસાલા ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય તેનું નિયમન કરવું જરૂરી જણાતાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી) અન્વયે સત્તાની રૂઇએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ અખાત્રીજનો જૈન સમાજના…
Read Moreનિરમા લિમિટેડનાં સહયોગથી ભાલ વિસ્તારનાં ૧૨ ગામોમાં આરોગ્ય શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નિરમા લિમિટેડનાં સહયોગથી ભાલ વિસ્તારનાં ૧૨ ગામોમાં આરોગ્ય શિબિર યોજાશે. આ સંબંધે સરપંચ તથા શાળાનાં આચાર્ય સાથે એક બેઠક શિશુવિહાર સંસ્થામાં યોજાઇ હતી જેમાં આરોગ્ય સારવાર ટીમ ઉપરાંત ગામનાં પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં. આ બેઠકમાં નીચેની વિગતે આરોગ્ય કેમ્પ કરવાં તારીખો નક્કી થઈ છે જે અંતર્ગત વેળાવદર ખાતે તા.૧૬ જૂન, જશવંતપુરા ખાતે તા.૨૫ જૂન, સવાઈનગર તા.૭ જુલાઈ, કોટડા ખાતે તા.૧૫ જુલાઈ, માઢીયા ખાતે તા.૫ ઓગસ્ટ ગણેશગઢ ખાતે તા.૨૪ ઓગસ્ટ, કાળાતળાવ ખાતે તા.૮ સપ્ટેમ્બર, નર્મદ ખાતે તા.૧૬ સપ્ટેમ્બર, ભડભીડ ખાતે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ આરોગ્ય કેમ્પ યોજાશે. ઉલ્લેખનીય છે…
Read Moreઆ રીતે રહેશે વાહન પાર્કિંગ વ્યવસ્થા
હિન્દ ન્યુઝ, ભાવનગર તા.૨, ૩, ૪ મે નાં કૈલાસ વાટિકા બોરતળાવ ખાતે આયોજીત ભાવનગર કાર્નિવલ -૨૦૨૨ અંતર્ગત નાગરિકોની સુવિધા માટે સ્થળની બંને તરફ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુમુદવાડી વાડી થઈને આવતા બાળ વાટીકા દરવાજા સામે પાર્કિંગ જગ્યા નિશ્ર્ચિત કરવામાં આવી છે તો કૈલાસ વાટિકા ગેઈટ તરફના રસ્તે જ્વેલર્સ સર્કલથી કાર્યક્રમ સ્થળે જતા નવા બનેલા રોડની ડાબી બાજુએ જતા મુખ્ય દરવાજા પહેલા, સોસાયટીની વાડીમા પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
Read Moreરાજકોટ ખાતે બ્રહ્મ દેવ સમાજ દ્વારા આયોજીત પરશુરામ જન્મોત્સવ
હિન્દ ન્યુઝ, રાજકોટ બ્રહ્મ દેવ સમાજ રાજકોટ આયોજીત પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ગતરોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે ભુજ ના બ્રાહ્મણ કલાકારો દ્વારા ભગવાન પરશુરામ ના જીવન ઉપર નાટક નો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમા બહોળી સંખ્યા મા બ્રાહ્મણ પરિવારો હાજર રહેલ અને બહુમાળી ચોક ખાતે આવેલ પંડાલ માં મહા આરતી થયેલ. આજે તા.૦૨-૦૫-૨૦૨૨ ના રોજ રેસકોર્સ ખાતે આવેલ બાલભવન મેદાન મા ભવ્ય રાસ ગરબા નુ આયોજન રાખેલ છે. જેમા પ્રખ્યાત ગાયક રાહુલ ભાઈ મહેતા “સાગરભાઈ રાવલ “ખુશી બહેન જોશી સુર રેલાવશે અને ક્ષત્રીય બહેનો તલવાર રાસ અને બ્રાહ્મણ દીકરીઓ ફરસી રાસ કરશે…
Read More