બોટાદ સહિત આઠ જિલ્લાઓમાં નવા ચેરિટી ભવનનું નિર્માણ થશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોંફરન્સમાં મુખ્યમંત્રીએ જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી, બોટાદને ફાળવેલી જમીનનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું અને તકતીનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયમંત્રી દેવાભાઈ માલમ, કાયદા સચિવ રાવલ, ચેરીટી કમિશનર શુકલા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે તેમ જણાવી મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં…

Read More

તા. ૩૧ મે ના રોજ વડાપ્રધાનના હિમાચલપ્રદેશના શિમલાથી લાઇવ થનાર કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતી તા. ૩૧ મે ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશને હિમાચલપ્રદેશના શિમલાથી ઓનલાઇન માધ્યમથી સંબોધવાના છે. આ અંતર્ગતનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદારનગર ખાતે આવેલાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને એક વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકા કક્ષાના અધિકારીઓ ઓનલાઇન અને ભાવનગર ખાતેના અધિકારીઓ રૂબરૂ જોડાયાં હતાં.  આ બેઠકને સંબોધન કરતાં કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ સામાન્ય અને છેવાડાના માનવી માટે ચલાવવામાં આવે…

Read More

ટ્રાન્સજેન્ડરોના કલ્યાણ માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ટ્રાન્સજેન્ડરોને લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર

હિન્દ ન્યુઝ, મહીસાગર    મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર ભારત સરકાર દ્વારા ટ્રાન્સ જેન્ડર વ્યકિતઓ માટેના કાયદા અંતર્ગત તેઓને વિવિધ પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તેમજ ટ્રાન્સ જેન્ડર લોકોની સમાજમાં ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મહીસાગર-લુણાવાડા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલના હસ્તે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આજે કલેકટરાલય ખાતે ટ્રાન્સ જેન્ડર લાભાર્થી સુમનકુંવર કૈલાસકુંવરને ઓળખપત્ર એનાયત કરતાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલએ સરકાર દ્વારા…

Read More