ટ્રાન્સજેન્ડરોના કલ્યાણ માટેની સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ટ્રાન્સજેન્ડરોને લાભ લેવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર

હિન્દ ન્યુઝ, મહીસાગર

   મહીસાગર જિલ્લા ના લુણાવાડા ખાતે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરતા જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર

ભારત સરકાર દ્વારા ટ્રાન્સ જેન્ડર વ્યકિતઓ માટેના કાયદા અંતર્ગત તેઓને વિવિધ પ્રકારની સરકારની યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તેમજ ટ્રાન્સ જેન્ડર લોકોની સમાજમાં ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મહીસાગર-લુણાવાડા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલના હસ્તે પ્રથમ ટ્રાન્સ જેન્ડર લોકોને પ્રમાણપત્ર અને ઓળખકાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આજે કલેકટરાલય ખાતે ટ્રાન્સ જેન્ડર લાભાર્થી સુમનકુંવર કૈલાસકુંવરને ઓળખપત્ર એનાયત કરતાં જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલએ સરકાર દ્વારા ટ્રાન્સ જેન્ડરોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામા આવે છે તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.  ટ્રાન્સ જેન્ડર લાભાર્થી સુમનકુંવરએ ટ્રાન્સ જેન્ડરનું પ્રમાણપત્ર અને ઓળખપત્ર મળતાં હર્ષની લાગણી વ્યકત કરી હતી.

રિપોર્ટર : દિનેશ ચૌહાણ, મહીસાગર

Related posts

Leave a Comment