રાજ્યકક્ષા એ યોજાયેલ ખેલમહાકુંભ માં ગામ, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, અરવલ્લી

અમદાવાદ ખાતે તારીખ ૨૦-૦૫ થી ૨૨-૦૫ ના રોજ ધ અરેના ટ્રાન્સટેડિયા, કાંકરિયા મણિનગર સ્ટેડિયમ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૧૧ માં ખેલ મહાકુંભ ૧૫૪ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના લાલપુર ગામના અને પુંસરી હાઈસ્કૂલ ના નિવૃત્ત વ્યાયામ શિક્ષક સ્વ.ઝાલા મૂળસિંહ પરબતસિંહ ના સુપુત્ર ઝાલા સર્જનસિંહ મૂળસિંહ (સર્જનભા મુખી)એ અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલમહાકુંભ બોક્સિંગ ચેમ્પિયન સેમી ફાઇનલ નવસારી અને અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વચ્ચે યોજાઇ હતી. એમાં અરવલ્લીની ટીમે જીત મેળવી હતી. એમાં ઝાલા સર્જનસિંહ મૂળસિંહ એ “બ્રોન્ઝ મેડલ” જીતી ને રાજ્ય જિલ્લો અને તાલુકાનું અને પોતાનું લાલપુર ગામનું નામ રોશન કર્યું હતું.

રિપોર્ટર : સર્જનસિંહ મકવાણા, અરવલ્લી

Related posts

Leave a Comment