હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતાં અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા લોકેશન પર પરવાળા ગામનો કેસ મળતાં પશુ ચિકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણા દ્વારા ગાયના શીંગડામાં થયેલ કંબોડી (શીંગડામાં થતો કેન્સર જેવો રોગ કે જે લાંબા સમયે પ્રાણી માટે પ્રાણઘાતક બને છે)નું સ્થળ પર જ ઓપરેશન કરીને ગાયને શીંગડાની પીડામાંથી મુક્તિ અપાવી હતી. આ અંગે પરવાળા ગામના રહેવાસી મેઘજીભાઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થળ…
Read MoreDay: May 12, 2022
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે આ પુલનું કામ ખાતમુહૂર્ત કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી.મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણાએ આજે ભાવનગરના શિહોરના વોર્ડ નં. ૯ માં કોઝ વે પર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૦ લાખના ખર્ચે નવાં પુલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારે સુવિધામાં વધારો કર્યો છે. ઉનાળામાં જિલ્લામાં ૭૫ સરોવરની જગ્યાએ ૧૦૦ સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક રોડ- રસ્તાઓનું આગામી સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. નાનામાં નાના સ્થળ સુધી માળખાકીય સુવિધાઓનો વિસ્તાર થાય તે માટે સરકાર કટિબધ્ધ…
Read Moreકૂવામાં પડી ગયેલ શિયાળના બચ્ચાને રેસ્ક્યુ કરી અપાયું નવજીવન
હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા ચાર દિવસથી કૂવામાં પડી ગયેલ શિયાળના બચ્ચાને રેસ્ક્યુ કરી અપાયું નવજીવન ભાણવડના ગુંદા ગામ નજીક વાડી વિસ્તારના કૂવામાં ૪/૫ દિવસ થી એક શિયાળ નું બચ્ચું પડી ગયું હતું જેની ભણવાડના એનિમલ લવર્સ ગ્રૂપને જાણ થતાં ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, હારૂન ભાઈ અને અમન તુરંત સ્થળ પર પહોંચી જઈ એક કલાકની જહેમત બાદ આ શિયાળના બચ્ચાં ને બહાર કાઢી તેને નવજીવન અપાયું હતું. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા
Read More