હિન્દ ન્યૂઝ પાલનપુર પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર તાલુકાના ગઢ ગામમાં રહેતા ચમનભાઈ રામજીભાઈ રૂનીયા, ખેમાભાઈ હીરાભાઈ ભાટિયા આ બંને ઈસમોએ શેરીમાં વસવાટ કરતા અબોલા મૂંગા શ્વાનને તા.૨૧-૦૪-૨૦૨૨ ના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યાની આજુબાજુ વગર વિચારે ક્રુરતા પુર્વક લાકડીઓ ફટકારી માર મારતાં એક શ્વાનુ નું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે સમગ્ર ઘટના ફરિયાદી ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયાના ઘરે લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે ભીખાભાઇ ખેતાભાઇ ભાટીયા એ બીજા દિવસે ગઢ પોલીસ મથક માં જાણ કરી હતી ત્યારે ગઢ પોલીસે આ બનાવ અંગે ભીખાભાઇ ભાટીયાની ફરિયાદ નોંધી આ…
Read MoreDay: May 1, 2022
વડાલી ના જેતપુર સમાજ વાડી ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ નો સ્નેહમિલન અને ભૂમિ પ્રવેશ કાર્યકમ યોજાયો
હિન્દ ન્યુઝ, વડાલી વડાલી ઇડર હાઇવે રોડ પાસે આવેલ જેતપુર પાસે કચ્છી પાટીદાર સમાજ વડાલી વિભાગ દ્વારા નવીન સમાજ વાડી નિર્માણ માટે જમીન ખરીદાઈ હતી. ત્યાં આજ રોજ ભૂદેવો ની હાજરી માં ભૂમિ પ્રવેશ નિમિતે યજ્ઞ યોજાયો હતો ત્યારે સાથે સાથે આજ રોજ 35 મુ સ્નેહ મિલન અને સાધારણ સભા યોજાઈ જેમાં વાર્ષિક હિસાબો ને બહાલી અપાઈ હતી સમાજ ના પ્રમુખ ભોગી ભાઈ પટેલ તથા જોન પ્રમુખ રસિક ભાઈ તથા એ.બી.વી.પી.ના પ્રમુખ સી.એન.પટેલ તથા સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે વડાલી ઇડર ખેડબ્રહ્મા વિજયનગર અને તારંગા વિભાગ ના કચ્છી…
Read Moreચોટીલામાં ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ચોટીલા ચોટીલામાં આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી અને ૭૫માં આઝાદી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચોટીલાના પ્રેસ ક્લબ તેમજ જોલી એન્જોઇ સહયોગથી સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોટીલા જલારામ મંદિરથી ભીમગઢ સુધીનું આ સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ થી વધુ લોકોએ આ સાઇક્લોથોનમાં ભાગ લીધો હતો. ચોટીલામાં સૌપ્રથમવાર આ સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચોટીલાના પત્રકાર જિજ્ઞેશ શાહ તેમજ નયનાબેન રાણા જાણીતા ઍથ્લીટ ઇન્ટરનેશનલ જુડો કરાટે ના આયોજન હેઠળ આ સાઈક્લોથોનનું આયોજન ચોટીલામાં પ્રથમવાર કરવામાં આવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સારાં રહે તેવા હેતુથી અને ગ્રીન ચોટીલા ગો…
Read More