હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં હિન્દુ સેના એ 19 મે 2022 ના રોજ પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા નથુરામ ગોડસે નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો એટલું જ નહીં દર મહિનાની 19 તારીખે કોઈ ને કોઈ સેવાકીય પ્રવૃત્તિ ની શુભ શરૂઆત કરી છે. જેમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ, તેમજ અનોખી રીતે બાળકોના વિકાસ માટે હિન્દુ સેના પ્રયાસ કરશે. મહાત્મા નથુરામ ગોડસે જન્મદિવસ ને યાદગાર દિવસ બનાવવા માટે દર મહિનાની 19 તારીખે હિન્દુ સેના કોઈ ને કોઈ સેવાકિય કાર્યક્રમ આપશે. આવા કાર્યક્રમ ગુજરાત ના જિલ્લાઓ…
Read MoreDay: May 19, 2022
બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે ભરતીમેળો યોજાશે
બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે ભરતીમેળો યોજાશે બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦ પાસની શેક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે બોટાદ જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડીયા પ્રા.લી લાઠીદડ અને એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા બોટાદ માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવેલ છે.…
Read Moreબોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણા શ્રી રામજી મંદિરના દર્શન કરી ગ્રામજનોને મળ્યા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના નાગનેશ ધામ ખાતે તાજેતરમાં મહાયજ્ઞ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કિરિટસિંહ રાણાએ મંદિરની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ ભગવાનશ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ગ્રામજનો સાથે મૂલાકાત લીધી હતી તથા તાજેતરમાં યોજાયેલા યજ્ઞ, જુદા જુદા કાર્યક્રમો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજન માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી મોટા રામજી મંદિરના મહંતશ્રી પતિતપાવનદાસ બાપુના દર્શન કરી આર્શિવચન મેળવ્યા હતા. આ પ્રસંગે રાજભા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિસ્ત રહ્યા હતા…
Read Moreબોટાદ તાલુકામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા નિયત નમૂનામાં અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ તાલુકામાં કેન્દ્ર નં.૨૬ શિરવાણીયા પ્રાથમિક શાળા, કેન્દ્ર નં.૩૬ સમઢીયાળા, કેન્દ્ર નં.૩૯ ઢીંકવાળી, કેન્દ્ર નં.૫૦ કેરીયા-૧ અને કેન્દ્ર નં.૭૫ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નં.૨૨ બોટાદ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતેથી તા.૨૯/૦૫/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે.…
Read Moreસુરેન્દ્રનગર ના થાનગઢ પાસે ગેબીનાથ ના મંદિરે ત્રણ દિવસ નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ના થાનગઢ પાસે આવેલ ગેબીનાથ આશ્રમે આલકુબાપુ ભગત ના અધ્યક્ષ સ્થાને નવનિર્માણ થયેલ મંદિરે ત્રિદિવસય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. સોનગઢ ગામે પંચાળ નુ પ્રગટ પીરાણું પરમપુજ્ય ગુરૂ શ્રી ગેબીનાથ થી માંડી પૂજ્ય શ્રી ગીગેવપીર સુધી વિસ્તરેલી દેહાણ જગ્યાની ગુરુપદની ગાદી ની ઉજળી પરંપરા વાહક એવાપૂજ્ય ગેબીનાથ તથા પૂજ્ય શ્રી મેપાબાપુ તેમજ પૂજ્ય શ્રી જાદરાબાપુ તથા રામચંદ્રજી તથા રાધાકૃષ્ણ ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં પ્રથમ દિવસે પ્રાયચીત હેમાદ્રી સંકલ્પ, નગરયાત્રા, જલયાત્રા, યોજવામાં આવી બીજા દિવસે પ્રાતઃ સ્થાપિત પૂજન,…
Read MorePACS/LIMFS/Milk Collection Center/Gruh Mandli ને CSC સ્કીમ હેઠળ CSC સેન્ટર તરીકે નોંધણી કરાવી તેની વિવિધ સેવાઓના લાભો મેળવી શકાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભાવનગરની યાદી જણાવે છે કે, રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાં તા.૩૦/૦૪/૨૦૨૨ નાં CSC eGovernance Services India Ltd. દ્વારા G2C અને B2C સેવાઓ ડિઝિટલ ઈન્ડિયા હેઠળ કોમન સર્વિસ સેન્ટર માધ્યમથી સમગ્ર દેશમાં પુરી પાડી રહેલ છે, જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનાં લોકો ખુબ મોટાં પ્રમાણમા લાભ મેળવી રહ્યાં હોય, તે મુજબ ઘરઆંગણે ખુબ સારી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તેવાં શુભાશયથી કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ઇન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવી PACS/LAMPS/Milk Collection Center/Gruh Mandli સહિતની તમામ સહકારી સંસ્થાઓને CSC કેન્દ્ર તરીકે…
Read Moreઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તિ નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવે છે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ગ ખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદ-દાસ નથી ટકતા. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગની આવડતો જીવનભરનો સહયોગ બને છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વીના શિશુવિહાર પ્રાંગણમાં ૧૯૪૦ થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા બીજા સમર કેમ્પમાં ૧૭૩ વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપતી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો…
Read Moreભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવામાં કરાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ પશુપાલન નિયામક વ- સભ્ય સચિવ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે કે, પ્રાણી અત્યાચાર નિવારણ સારૂ સરકારશ્રીની સુચના અનુસાર ભાવનગર જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની રચના કરવામાં આવેલ છે. જેમાં કાયમી/વાર્ષિક સભ્ય બનવા સારૂ જેના નામે ગુનાહીત ઈતિહાસ ન હોય તેવા ઇસમો તેમજ જે વ્યકિત ભાવનગર જિલ્લાની રહીશ હોય તે વ્યકિત આ સોસાયટીનાં સભ્ય બની શકે છે. કાયમી સભ્ય ફીની નોંધણી ફી રૂ.૧૦,૦૦૦ તથા નવા વાર્ષિક સભ્ય તથા રિન્યુ વાર્ષિક સભ્ય માટે રૂ.૩૦૦ છે. તો ઉપરોકત પાત્રતા ધરાવતા ઈસમો માટે…
Read More૧૧ મો ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સા ખેંચ (બહેનો) સ્પર્ધા યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૧ મો ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની રસ્સા ખેંચ બહેનો સ્પર્ધા મોડેલ સ્કૂલ સીદસર ભાવનગર ખાતે તા.૧૫/૦૫/૨૦૨૨ થી તા.૧૭/૦૫/૨૦૨૨ દરમ્યાન યોજાઈ હતી. જેમાં અંડર ૧૭ બહેનો ૧૨૬, ઓપન એઈજ ૧૦૭, એબાવ ૪૦ ૪૫, એબાવ ૬૦ ૨૭ મળી કુલ ૩૦૫ ખેલાડીઓએ ભાગ લીધો અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં જવા માટે પોતાની મહેનત દાખવી હતી.
Read More