સુરેન્દ્રનગર ના થાનગઢ પાસે ગેબીનાથ ના મંદિરે ત્રણ દિવસ નો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

          સુરેન્દ્રનગર ના થાનગઢ પાસે આવેલ ગેબીનાથ આશ્રમે આલકુબાપુ ભગત ના અધ્યક્ષ સ્થાને નવનિર્માણ થયેલ મંદિરે ત્રિદિવસય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. સોનગઢ ગામે પંચાળ નુ પ્રગટ પીરાણું પરમપુજ્ય ગુરૂ શ્રી ગેબીનાથ થી માંડી પૂજ્ય શ્રી ગીગેવપીર સુધી વિસ્તરેલી દેહાણ જગ્યાની ગુરુપદની ગાદી ની ઉજળી પરંપરા વાહક એવાપૂજ્ય ગેબીનાથ તથા પૂજ્ય શ્રી મેપાબાપુ તેમજ પૂજ્ય શ્રી જાદરાબાપુ તથા રામચંદ્રજી તથા રાધાકૃષ્ણ ની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો.

જેમાં પ્રથમ દિવસે પ્રાયચીત હેમાદ્રી સંકલ્પ, નગરયાત્રા, જલયાત્રા, યોજવામાં આવી
બીજા દિવસે પ્રાતઃ સ્થાપિત પૂજન, જલાધીવાસ, ધાન્યધિવાસ શૈયાધિવાસ, તથા અનેક દેહાણ જગ્યા ના સંતો મહંતો, મહાનુભાવો દ્વારા મહાધર્મસભા યોજાવામા આવી. આ ધર્મસભા નો લાભ લેવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રીજા દિવસે મંદિરની વાસ્તુપુજા, દેવતા હોમ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
સમગ્ર આયોજન દરમ્યાન દરરોજ પ્રસાદ નુ તથા રાત્રે સંતવાણી નો કાર્યક્રમ રાખેલ હતો. સમગ્ર ત્રિદિવસીય કાર્યક્રમ ને સફળ બનાવા આલકુબાપુ ના માર્ગદર્શન હેઠળ થાનગઢ તથા આજુબાજુના ગામડાઓમાંથી આવેલ દરેક સમાજ ના સેવકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર, સાયલા

Related posts

Leave a Comment