હિન્દુ સેના એ મહાત્મા નથુરામ ગોડસેનો જન્મદિવસ સેવા કાર્ય કરી ઉજવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગરમાં હિન્દુ સેના એ 19 મે 2022 ના રોજ પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા નથુરામ ગોડસે નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો એટલું જ નહીં દર મહિનાની 19 તારીખે કોઈ ને કોઈ સેવાકીય પ્રવૃત્તિ ની શુભ શરૂઆત કરી છે. જેમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ, તેમજ અનોખી રીતે બાળકોના વિકાસ માટે હિન્દુ સેના પ્રયાસ કરશે. મહાત્મા નથુરામ ગોડસે જન્મદિવસ ને યાદગાર દિવસ બનાવવા માટે દર મહિનાની 19 તારીખે હિન્દુ સેના કોઈ ને કોઈ સેવાકિય કાર્યક્રમ આપશે. આવા કાર્યક્રમ ગુજરાત ના જિલ્લાઓ માં થશે.

જામનગરથી શરૂઆત થયેલ આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, હિન્દુ સેના પ્રવક્તા ભાવેશ ઠુમ્મર, શહેર અધ્યક્ષ દિપક પિલ્લાઈ, જિલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલિયા, ઉપપ્રમુખ મયુર ચંદન, અભય બદીયાણી, સહિતના સૈનિકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.

રિપોર્ટ : પ્રતીક ભટ્ટ, જામનગર

Related posts

Leave a Comment