કચ્છ જીલ્લાના ખેડૂત ખાતેદારો માટે ભુજ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લાના ખેડૂત ખાતેદારોને જણાવવાનું કે, કચ્છ જિલ્લામાં ભુજ મધ્યે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. આથી જે કોઇ ખેડૂત ખાતેદાર નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેઓ પોતાના ખેતરની માટીના નમુના માટે (૫૦૦ ગ્રામ) તેમજ પાણીના નમુના (૧ લિટર)નો જથ્થો લઇ નમુનાનું પૃથ્થકરણ માટે નમુના એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, તાલુકા પંચાયતની સામે, જાદવજીનગર ખાતે પહોચાડી શકશે.

આમ માટી તેમજ પાણીના નમુનાની ચકાસણી ફી સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની રૂ. ૧૫ પ્રતિ નમુના લેખે ચલણથી ભરી નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. તથા વધુ માહિતી માટે મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, તાલુકા પંચાયતની સામે, જાદવજીનગર-ભુજ ખાતે કચેરીનો સંપર્ક નંબર ૦૨૮૩૨-૨૨૧૦૫૩ પર સંપર્ક કરી શકશે તેવું મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

 

Related posts

Leave a Comment