પંચમહાલ,
પંચમહાલ જિલ્લાના રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરવાડ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક લીના પાટીલ નાઓ તરફથી પ્રોહી જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિકારી આર.આઈ.દેસાઈ નાઓએ માર્ગદર્શન આપેલ અને પો.સ્ટે વિસ્તારમાં દવની સામાજીક પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ એ જ સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારના કવાલી ગામના બકા ભાઈ દેવાભાઈ પટેલીયા એ તેના મળતીયા પાસેથી ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો મેળવી કવાલી ગામના તેના મળતીયા ભોપતભાઈ લક્ષ્મણભાઇ બારિયા ના કબજાના ખેતરમાં ઘાસની ગંજીની આડાશમાં સંતાડી રાખેલ હોવાની ચોક્કસ આધારભુત બાતમી અમોને મળતા કવાલી ગામે પોલીસ સ્ટાફ ASI. મહેન્દ્રસિંહ સાબતસિંહ બ.નં1020. , ASI રણજીતસિંહ અજબસિંહ બં.નં 1036.,
પો. કો. દિલીપભાઈ રાવજીભાઈ બં. નં.19., પો.કો. મુકેશભાઈ રામાભાઇ બં. નં. 1120., પો.કો. વિજયકુમાર વિક્રમસિંહ બં. નં. 0584, પો. કો. જશવંતસિંહ અખમસિંહ બં નં 864 વિગેરે સાથે પ્રોહી રેઇડ કરવા બાતમીવાળી જગ્યાએથી ઘાસની ગંજીની આડાશમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના રોયલ બાર પ્રેસટીઝ ગેઈન વ્હીસ્કી ધાર એમ. પી. બનાવટ પેટી. નંગ -50 જેમાં પ્લાસ્ટિકના કવોટર નંગ-2400 કિંમત રૂ. |2.40.000/-નોપ્રોહી મુદ્દામાલ ઝડપી આરોપી (1) બકા ભાઈ દેવાભાઈ પાટડીયા(2) ભોપત ભાઈ લક્ષ્મણભાઈ બારીઆ બંન્ને રહે કવાલી તા. શહેરા.નાઓ સામે પોલીસ સ્ટેશનના ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
રિપોર્ટર : તોફીક અન્સારી, શહેરા