સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, સિહોર         ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૦૮/૦૫/૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લાનાં ગ્રામ રક્ષક દળનાં પુરૂષ તથા મહિલા અને સા.ર.દ. નાં પુરૂષ સભ્યો માટે ફાયરીંગ પ્રેક્ટીસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે.…

Read More

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવારનું સન્માન

હિન્દ ન્યુઝ, ભાવનગર           તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું…

Read More

તા.૨૬ નાં રોજ ભાવનગર શહેરનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર શહેરનો માન.મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૨ નાં રોજ ૧૧:00 કલાકેસીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ.સામે, ભાવનગર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી/પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી.…

Read More

સુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર

હિન્દ ન્યુઝ, ભાવનગર          વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પ્રમાણિત કર્યા મુજબ જ્ન્મ સમયે ઓછાં વજન સાથે જન્મેલાં બાળકોમાં સ્તનપાનની ખૂબ જ અસરકારક પધ્ધતિ એટલે ક્રોસ ક્રેડલ (સુધારેલ પારણાં પધ્ધતિ) છે. બાળકોને કુપોષણ તરફ જતાં અટકાવવા અને સ્વસ્થ બાળકો દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનાં ઉદ્દેશને પરિપૂર્ણ કરવાં વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. કે. તાવિયાડે જિલ્લાની સમગ્ર ટીમને કાર્યરત કરેલ છે. તમામ તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસરો તેમના તાલુકાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબો અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો દ્વારા આ…

Read More

ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ ઝાંઝમેર ગામે ધારાસભ્ય આત્મારામ પરમારના હસ્તે આડબંધનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ (ભાવનગર        સિંચાઈ વિભાગ અને પીડીલાઈટ ઉદ્યોગના સહયોગ સાથે લોકભારતી જળસંગ્રહ અભિયાન અંતર્ગત ઝાંઝમેર ગામે આડબંધ ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય આત્મારામ પરમારે ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે સરકાર સજાગ રહી છે તેમ જણાવ્યું હતું. ઝાંઝમેર ગામે રંઘોળી નદી પર આ પ્રસંગે ધારાસભ્ય આત્મારામ પરમારે સરકાર દ્વારા અગાઉ સરદાર પટેલ સહભાગી જળસિંચન યોજના, સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા વગેરેનો ઉલ્લેખ કરી થયેલી જળસંગ્રહ કામગીરીના સુખદ પરિણામોની વાત કરી હતી. તેઓએ ગામડાની સમૃદ્ધિ હેતુ કૃષિ અને જળ માટે રાજ્ય સરકાર સજાગ છે તેમ જણાવી આ વિસ્તારમાં અન્ય જળસંગ્રહ કામો…

Read More

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા કરતાં શિક્ષણ મંત્રીશ્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રગતિમાં રહેલ અને ભાવી આયોજનોની તલસ્પર્શી સમીક્ષા બેઠકનું આયોજન આજે બપોરે ભાવનગર મ્યુનિસપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમીટીના હોલમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, નગરપાલિકા સારું કાર્ય કરી રહી છે પરંતુ તેમાં ગતિ- પ્રગતિ લાવીને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ કરવાં તેને પ્રાથમિકતા આપીને કાર્ય પધ્ધિતિ વિકસીત કરવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે પીવાના પાણી, નવાં સંપ, નવી પાણીની ટાંકી વગેરેના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ. આ ઉપરાંત ગટરના…

Read More

બોટાદ જિલ્લા સેવા સદનની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ- જુદી જુદી સંસ્થાઓ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કલેકટર કચેરી – જિલ્લા સેવા સદનમા પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધારણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યકિતગત રીતે…

Read More

બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન-મામલતદાર કચેરીઓના વિસ્તાર માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન/મામલતદાર કચેરીઓ ખાતે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ- જુદી જુદી સંસ્થાઓ તાલુકા સેવા સદન – મામલતદાર કચેરીઓ ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓથી પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીઓના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો…

Read More

સોમનાથ મંદિર ખાતે ૭૨’ મા સ્થાપના દિન ની વિશેષ ઉજવણી કરવામાં આવેલ, સોમનાથ મહાદેવ ની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા, વિશેષ શૃંગાર સહિત આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા દિન વૈશાખ સુદ પાંચમ વર્ષ ૧૯૫૧ માં અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે ૯ કલાક અને ૪૬ મિનિટે કરવામાં આવેલ હતી. દેશ વિદેશમાં વસતા શિવભક્તો ની આસ્થા નું કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે વૈશાખ સુદ પાંચમ ના રોજ તિથિ પ્રમાણે આજરોજ ૭૨ મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. ૧૧ મે ૧૯૫૧, ના વૈશાખ માસની શુકલ પંચમી શુક્રવારે સવારે ૯ કલાક ૪૬ મીનીટે ભારતના મહામહિમ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્રપ્રસાદના શુભહસ્તે હાલના જ્યોર્તિલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ…

Read More

કાલાવડ ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ ની શોભાયાત્રા નીકળી

હિન્દ ન્યુઝ, કાલાવડ           કાલાવડ ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદા જન્મોત્સવ ની શોભાયાત્રા માં કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજ, કાલાવડ શહેર અને તાલુકા તથા બ્રહ્મદેવ સમાજ કાલાવડ મહિલા ટિમ, યુવા ટિમ દ્રારા કાલાવડ શહેર ના મુખ્ય માર્ગ થી આ શોભયાત્રા કાઢવામાં આવી. આ શોભયાત્રા માં ઉપસ્થિત મેહમાન માં રાજકોટ થી અંશભાઈ ભારદ્વાજ, સમીરભાઈ ખીરા, કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ દીપકભાઈ પંડ્યા, કાલાવડ તાલુકા પ્રમુખ કિશોરચંદ્ર એમ. જોશી, બ્રહ્મદેવ સમાજ ગુજરાત ના કાલાવડ શહેર ના પ્રમુખ સચીનભાઈ ભટ્ટ,…

Read More