બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન-મામલતદાર કચેરીઓના વિસ્તાર માટે પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકાઓની તાલુકા સેવા સદન/મામલતદાર કચેરીઓ ખાતે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ- જુદી જુદી સંસ્થાઓ તાલુકા સેવા સદન – મામલતદાર કચેરીઓ ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓથી પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, મામલતદાર કચેરીઓના પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધરણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. તાલુકા સેવા સદન – મામલતદાર કચેરીઓમાં અરજદાર વ્યકિતગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યકિતગત જાન માલને નુકશાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલ હોઈ, હાલની કોવિડ કોરોના મહામારીની સ્થિતિ પ્રવર્તતી હોઈ તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે અને સરકારી માલ મિલ્કતને નુકશાન ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે બોટાદ જિલ્લામાં આવેલ વિવિધ તાલુકા સેવા સદન/મામલતદાર કચેરીઓના વિસ્તારને તા.૦૩/૦૭/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ કરેલ છે જેમા કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમન સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહી તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહી તેમજ કોઈએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની કોવિડ કોરોનાની ગાઈડલાઈન ધ્યાને લઈ સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ કરવો નહી. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment