બોટાદ જિલ્લા સેવા સદનની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા સેવા સદન ખાતે બોટાદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં અરજદારઓ- જુદી જુદી સંસ્થાઓ જિલ્લા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓ તથા રજુઆતો માટે અવરજવર કરતા હોય છે. તાજેતરમાં જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી પોતાની માંગણી અન્વયે અસંતોષ થતા અરજદારઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કલેકટર કચેરી – જિલ્લા સેવા સદનમા પ્રાંગણમાં ઉપવાસ, રેલી, ધારણા કે આત્મવિલોપન કરવા આવતા હોય છે જેના કારણે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં અરજદારોની મોટી સંખ્યા ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. જિલ્લા સેવા સદનમાં અરજદાર વ્યકિતગત રીતે કે મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના હોય, સરકારી માલ મિલ્કતને કે વ્યકિતગત જાન માલને નુકશાન થવાના બનાવ બનવાની સંભાવના રહેલ હોઈ, સુલેહ શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે બોટાદ જિલ્લા સેવા સદનના ૨૦૦ મીટરની ત્રિજ્યનાએ વિસ્તારને તા.૦૩/૦૭/૨૦૨૨ સુધી પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ કરેલ છે જેમા કોઈએ ઉપવાસ પર બેસવું નહી કે ધરણા કાર્યક્રમ સભાઓનું આયોજન કરવું નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહી, કોઈપણ વ્યકિતએ પૂર્વ મંજૂરી સિવાય લાઠી અગર ઈજા થાય તેવા હથિયાર સાથે રાખીને પ્રવેશ કરવો નહી તેમજ કોઈ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવો પદાર્થ સાથે રાખવો નહી. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કે મદદ કરનાર સજાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા બોટાદ

Related posts

Leave a Comment