ગુજરાત સરકાર દ્વારા “શ્રાવણોત્સવ-૨૦૨૬”ને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા રીલ સ્પર્ધા’નું આયોજન

હિન્દ ન્યુઝ, કચ્છ 

    ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા “શ્રાવણોત્સવ-2026”ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા રાજ્યના તમામ જિલ્લાના યુવાનો સહિત નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. જેમાં બોટાદ જિલ્લાના યુવાનોને, વિદ્યાર્થીઓને અને નાગરિકોએ આ સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. 

સ્પર્ધાનું આયોજન તા.2 ઓગસ્ટથી તા. 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov https://www.mygov.in/task/shravanotsav-2026-reel-competition ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે. સ્પર્ધકોને ‘અનંત, અનાદિ વડનગર’ વિષય પર 1થી 3 મિનિટની મૌલિક (Original) રીલ તૈયાર કરીને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. રીલ MP4, AVI અથવા MOV ફોર્મેટમાં અને ઓછામાં ઓછા 720p રિઝોલ્યુશનમાં હોવી જરૂરી રહેશે. સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. જો વિડિયોમાં અન્ય કોઈ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સબટાઇટલ્સ ફરજિયાત રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે માત્ર MyGov ગુજરાત પોર્ટલ મારફતે નોંધણી અને એન્ટ્રી સબમિટ કરી શકાશે. દરેક સ્પર્ધક માત્ર એક જ એન્ટ્રી મોકલી શકશે. અંતિમ તારીખ બાદ પ્રાપ્ત થયેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. મૂલ્યાંકન માટે નિયુક્ત સમિતિનો નિર્ણય અંતિમ અને તમામ સ્પર્ધકો માટે બંધનકારક રહેશે.

સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. 31,000, દ્વિતીય વિજેતાને રૂ. 21,000 અને તૃતીય વિજેતાને રૂ. 11,000નું ઇનામ એનાયત કરવામાં આવશે.

ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ 2026 પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં સહભાગી બનાવી શ્રાવણોત્સવને ડિજિટલ યુગના લોકોત્સવ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ આ સ્પર્ધા દ્વારા કરવામાં આવ્યો છે. 00000

Related posts

Leave a Comment