‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રૂ. ૩૧ હજારનો રોકડ પુરસ્કાર

હિન્દ ન્યુઝ, કચ્છ 

   ગુજરાત સરકાર દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસતને કલાત્મક રીતે રજૂ કરવા અને વિશ્વ ફલક પર પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ ૨૦૨૬ – રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરિકો ‘અનંત અનાદિ વડનગર’ થીમ પર રીલ બનાવીને સબમિટ કરી શકશે.વિજેતાઓને રૂ. ૧૧ હજારથી લઈને રૂ. ૩૧ હજાર સુધીના પુરસ્કાર જીતવાની તક મળશે. 

‘અનંત અનાદિ વડનગર’ થીમ પર આધારિત આ સ્પર્ધા ડિજિટલ ક્રિએટર્સ અને યુવાનોને પોતાની સર્જનાત્મકતા દર્શાવવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ રીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નીચે આપેલી શરતોનું પાલન કરવાનું રહેશે. 

થીમ ‘અનંત અનાદિ વડનગર’ રહેશે. રીલ ૧ થી ૩ મિનિટની હોવી જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં રીલ બનાવી શકાય છે. ફોર્મેટ MP4 / AVI / MOV (ન્યૂનતમ 720p ગુણવત્તા) રાખવાનું રહેશે. 

 માત્ર ઓરિજિનલ વીડિયો જ સ્વીકારવામાં આવશે. AI દ્વારા બનાવેલ કે સ્ટોક ફૂટેજ (Stock Footage) વાળા વીડિયો માન્ય ગણાશે નહીં.

સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જેમા પ્રથમ વિજેતાને રૂ. ૩૧ હજાર, દ્વિતીય વિજેતાના રૂ. ૨૧ હજાર તથા ત્રીજા ક્રમના વિજેતાને રૂ. ૧૧ હજારનો પુરસ્કાર પ્રાપ્ત થશે. 

સ્પર્ધકો ૦૫ ઑગસ્ટ, ૨૦૨૬ સુધીમાં પોતાની એન્ટ્રી ઓફિશિયલ લિંક gujarat.mygov.in અથવા https://mygov.in/task/shravanotsav-2026-reel-competition પર જઈને ઓનલાઈન સબમિટ કરી શકાશે.

વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પોતાના કેમેરામાં કંડારીને આકર્ષક ઇનામો જીતવા માટે ડિજિટલ ક્રિએટર્સને આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment