ગુજરાત સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર આયોજિત રાજ્ય સમર કોચિંગ કેમ્પનું સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બીલીમોરા

        તા. 11-05-2023 થી 31-05-2023 ના રોજ નવસારી જિલ્લામાં કે. વી. એસ. ખારેલ હાઈ સ્કુલ. ગણદેવી તાલુકામાં રાજ્યકક્ષાના સમર કેમ્પનું આયોજન થયું હતું . આ કેમ્પ ની અંદર કરાટેની રમતનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. સ્પોર્ટ ઓટોરી ઓફ ગુજરાત નવસારી વિભાગ જિલ્લા વિકાસ રમત અધિકારી અલ્પેશ પટેલ અને એમની ટીમ દ્વારા કેન્દ્ર પર સુંદર પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અને બાળકોએ ખુશીની લાગણી અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમાં બાળકોમાં રમત પ્રત્યે પ્રોત્સાહન મળે આમાંથી જ કોઈ એક બાળક ભવિષ્યમાં નેશનલ ગેમ્સ રમે તેવી આશાએ ગુજરાતનું નામ રોશન કરે એ માટે રાજ્ય કક્ષાની સમર કોચિંગ કેમ્પ યોજવામાં આવેલ અને બાળકોએ સારું એવું પ્રશિક્ષણ મેળવ્યું હતું અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. અને રમત ગમત યુવા અને સંસ્કૃતિ પ્રત્યે વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યકક્ષા સમર કોચિંગ સમાપન સમારોહમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી ડોક્ટર સનમભાઈ પટેલ, પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત કરાટે એસોસિએશન કલ્પેશભાઈ મકવાણા, વી એસ પટેલ કોલેજ બીલીમોરા પ્રોફેસર ડોક્ટર ભાવેશ દેવતા, જિલ્લા યુવા અધિકારી નેહરુ યુવા કેન્દ્ર નવસારી વર્ષાબેન, રમત વિકાસ અધિકારી જિલ્લાના નવસારી અલ્પેશભાઈ પટેલ, ખારેક સ્કૂલના શિક્ષક કિરણભાઈ, ખાલી સ્કૂલના પ્રિન્સિપાલ વિરલભાઈ નાયક, કેમ્પમાં હાજર રહેલ કોચી વિકાસભાઈ સોઢી, જયેશભાઈ પ્રજાપતિ, શ્રીમતી રીંકુબેન સોઢી, જયેશભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદબોધક શ્રીમતી મીતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ગુજરાત રાજ્યના 98 છોકરા છોકરીએ ભાગ લીધો હતો અને બાળકોને સર્ટિફિકેટ અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું. અને વાલી ડો. ઉમંગ વૈષ્ણવ પાલનપુર થી પધાર્યા હતા જેમણે સુંદર આયોજન બદલ મહેમાનઑ અને કોચઓને સ્મુત્તી ભેટ અર્પણ કરી હતી અને સારું પ્રશિક્ષણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : જયદીપ રાવલ, બીલીમોરા

Related posts

Leave a Comment