દર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો

હિન્દ ન્યુઝ, કચ્છ 

     રાજ્યની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમા વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને આ પવિત્ર શ્રાવણ માસમાં તમારી લાગણી, શ્રદ્ધા અને સર્જનાત્મકતાને રીલ દ્વારા વ્યક્ત કરવાનો અવસર.

દર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો અને તમારી સર્જનાત્મકતા સમગ્ર ગુજરાત સુધી પહોંચાડો.


📝 ભાગ લેવાની પ્રક્રિયા

1️⃣ રીલ બનાવો

આ સપ્તાહની થીમ પર સંપૂર્ણ ઓરિજિનલ રીલ તૈયાર કરો.

2️⃣ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો

રીલને તમારા Instagram અથવા YouTube એકાઉન્ટ પર અપલોડ કરો અને પોસ્ટને Public રાખો.

3️⃣ MyGov માં લૉગિન કરો

https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition લિંક દ્વારા MyGov પર લૉગિન કરો અથવા રજીસ્ટ્રેશન કરો.

4️⃣ તમારી એન્ટ્રી સબમિટ કરો

MyGov પોર્ટલ પર જઈ તમારી સોશિયલ મીડિયા પોસ્ટની Public Link સબમિટ કરીને સ્પર્ધામાં ભાગ લો.

🏆 રોકડ ઇનામો

🥇 પ્રથમ: ₹31,000

🥈 દ્વિતીય: ₹21,000

🥉 તૃતીય: ₹11,000

📌 આ સપ્તાહની થીમ: “અનંત અનાદિ વડનગર”

પ્રથમ તબક્કાનો સમયગાળો: 02 થી 05 ઑગસ્ટ, 2026

✨ કુલ 4 સાપ્તાહિક સ્પર્ધાઓ યોજાશે અને દરેક સ્પર્ધક દરેક સપ્તાહની સ્પર્ધામાં નવી ઓરિજિનલ રીલ સાથે ભાગ લઈ શકશે.

🔗 આ સપ્તાહની સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્લિક કરો:

https://www.mygov.in/task/shravanotsav-2026-reel-competition

Related posts

Leave a Comment