હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત ન્યુ બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દાણીલીમડા ગુજરાતી શાળા નં. 4 ખાતે મેડિકલ ઓફિસર અને RBSK મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે આઈઈસી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાર્થીઓને સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજની જાગૃતિ, આવતીકાલનું સ્વસ્થ ભવિષ્ય.
