હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના પ્રાંત અધિકારી દિપક સતાણીની અખબારયાદીમાં જણવવામાં આવ્યું છે કે, તેઓએ તેમની કચેરીના નાયબ મામલતદારની ટીમ સાથે તા. 25ના બોટાદ રેલવે સ્ટેશન પાસે આવેલા વેસ્ટર્ન કં.કો.ઓ. સ્ટોર્સ સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરી. જેમા દુકાનમાં ગેરરીતિ અને અનિયમિતતા જોવા મળી. દુકાનમાં અને અન્ય ગોડાઉનમાં રાખેલા ઘઉં, ચોખા અને ખાંડના હાજર જથ્થા અને ઓનલાઈન જથ્થામાં તફાવત સામે આવ્યો. આ અંગે દુકાનદારનો પ્રાથમિક ખુલાસો યોગ્ય ન જણાતા પ્રાંત અધિકારીએ જાહેર વિતરણ વ્યવસ્થા હુકમ 2001ની શરતોના ભંગ બદલ ઘઉં, ચોખા અને ખાંડનો 22 હજાર 500 કિલોગ્રામનો રૂ. 64,750નો જથ્થો…
Read MoreDay: May 26, 2022
બોટાદ ખાતે તા.૩૦ મે ના રોજ જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે કે, ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો સમગ્ર ગુજરાત રાજ્યમાં ૮ મહાનગરોમાં તા.૨૬/૦૫/૨૦૨૨ તથા દરેક જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ આ કાર્યક્રમ યોજાનાર છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તા.૩૦/૦૫/૨૦૨૨ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતનો કાર્યક્રમ નાનાજી દેશમુખ ઓડીટોરીયમ, નગરપાલિકા, રેલ્વે સ્ટેશન સામે, બોટાદ ખાતે સવારે ૧૦:૦૦ કલાક થી ૧૧:૫૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ કાર્યક્રમના આયોજન અંતર્ગત તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમના કન્વીનર જિલ્લા…
Read Moreબોટાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે રસ ધરાવતા શિક્ષકો/આચાર્યોના નામો મંગાવવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં સરકાર ના શિક્ષણ વિભાગના 19/05/2022ના ઠરાવની જોગવાઈ મુજબ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું નિયત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત બોટાદ જિલ્લાની સરકારી, બિનસરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના આચાર્યો અને શિક્ષકો, સી.આર.સી., એચ.ટાટ મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, કેળવણી નિરીક્ષક, દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકોના નામ સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મંગાવ્યા છે. શૈક્ષણિક વર્ષ 2021-22 માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા વિગતવાર પરિપત્ર શાળા/સંસ્થાને કરવામાં આવ્યો છે. તે મુજબ રસ ધરાવતા શિક્ષકો અને આચાર્યોને અરજી…
Read Moreબોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે હેમાલી ભટ્ટ ફરજ પર જોડાયા
હિન્દ ન્યુઝ, બોટાદ તાજેતરમાં વર્ગ 3ની સીધી ભરતીમાં ઉતીર્ણ થતા બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે હેમાલી ભટ્ટ ફરજ પર જોડાયા હતા. આ ખુશીના માહોલ વચ્ચે હેમાલી ભટ્ટે પોતાનો પરિચય આપીને કચેરીની માહિતી તેમજ કામગીરી અને કામ કરતા અન્ય કર્મચારી વિશે જાણકારી મેળવી. સોંપાયેલી ફરજ નિષ્ઠાપૂર્વક અને સહ કર્મચારીઓ સાથે પરિવારની જેમ કામ કરવાનું જણાવ્યું. શુભ અવસર પર કચેરીના તમામ કર્મચારીએ હર્ષની લાગણી અનુભવી વર્ગ-3ની સીધી ભરતીમાં પાસ થવા બદલ શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે કચેરીના અધિકારી રાધિકાબેન વ્યાસ, સીનીયર ક્લાર્ક ભરત દેત્રોજા, ફોટોગ્રાફર અમિત…
Read Moreબોટાદ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીની અભૂતપૂર્વ કામગીરી
હિન્દ ન્યુઝ, બોટાદ પ્રવર્તમાન સમયમાં ભણતર બાદ રોજગારી મેળવવા માટેની સ્પર્ધામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા કરવામાં આવતું કાર્ય ખરેખર સરાહનીય છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મે માસમાં અત્યાર સુધીમાં કુલ ૫ ભરતીમેળા યોજાઈ ચૂક્યા છે તેમજ હજુ એક મેળો યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બાબતે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી.કે.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “અમારી કચેરી દ્વારા પ્રતિ મહિને વધુમાં વધુ રોજગારઇચ્છુકોને નોકરી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે અમે આખો…
Read Moreબોટાદમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના નિમણુક ઓર્ડર એનાયત કરાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા સેવા સદનમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના નિમણુક ઓર્ડર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માનનીય જિલ્લા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને અને માનનીય કલેક્ટર-બોટાદની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ ચેરમેન, માનનીય નિવાસી અધિક કલેકટર, માનનીય નાયબ કલેકટર, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી ઘટક-2 અને આઈસીડીએસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ અને અધિકારીઓના વરદ હસ્તે કુલ 20…
Read Moreજામનગર જિલ્લાના ધ્રોલ જોડિયા અને કાલાવડ ખાતે આપ દ્વારા ‘પરિવર્તન યાત્રા’ યોજાઈ
હિન્દ ન્યુઝ, કાલાવડ તા.૨૩/૦૫/૨૨ ને સોમવાર નાં રોજ જામનગર જીલ્લા નાં ધ્રોલ/જોડીયા/કાલાવડ ખાતે સૌના લોકલાડીલા અને આદરણીય નેતા ઈશુદાન ગઢવી, જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રકાશભાઇ દોંગા નાં અધ્યક્ષસ્થાને પરિવર્તન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંભુ લોકો જોડાય અને મોટરસાયકલ રેલી તથા મોટરકારો નાં કાફલા સાથે ખુબ વિશાળ રેલી રૂપે દરેક તાલુકા મથકે યોજવામાં આવી હતી અને કાલાવડ તાલુકા નાં જશાપર ખાતે સાંજ નાં ટેલીકાસ્ટ દ્વારા દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવતી પ્રજાજનો ને સુવિધાઓની રુપરેખા ટેલીકાસ્ટ દ્વારા ગ્રામજનો બતાવવામાં આવી હતી અને ત્યારબાદ જામનગર જીલ્લા આમ આદમી…
Read More“નવી દિશા – નવું ફલક” શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે આયોજિત સેમિનાર
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. વાઘાવાડી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કારકિર્દી અંગેના કાર્યક્રમની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લાં ૨૫ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરીને રાજ્યમાં શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરીને વિશ્વ ફલક સુધી જવાના દ્વાર યુવા…
Read Moreધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજાનાર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંગેની તૈયારીઓને આખરી ઓપ અપાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ધોરણ-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન આપવાં માટેનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વાઘાવાડી રોડ ખાતે આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે યોજાશે. અહીંથી જ રાજ્યના ૮ મહાનગરોમાં તેનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે અક્ષરવાડી ખાતે આજે તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ અને શિક્ષણ વિભાગના…
Read Moreકલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા
હિન્દ ન્યુઝ, રાધનપુર કલ્યાણપુરા ગામ ખાતે આજ રોજ શ્રી રામજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે વર્ષે દરમિયાન મહોત્સવ ઉજવાયો, જેમાં હવન મહા આરતી, મહા પ્રસાદ, ધજા ચડાવી ગ્રામજનો એ ધન્યતા અનુભવી હતી. કલ્યાણપુરા ગામ ખાતે શ્રી રામજી મંદિર ના પૂજારી સાધુ કાશીરામ દાસ બાપુ તથા કલ્યાણપુરા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. શ્રી રામજી મંદિર ખાતે હવન ના ચડાવાના યજમાન રામાનુજ અનિલ કુમાર કાશીરામ રહ્યા હતા. જેઓ એ પ્રસાદ મહા આરતી તેમજ હવન માં યજમાન તરીકે બેસી ધન્યતા અનુભવી હતી. ધજા ના ચડાવા માં ૫૦૧ ઠાકોર પરમાભાઈ વધાભાઈ,…
Read More