બોટાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે રસ ધરાવતા શિક્ષકો/આચાર્યોના નામો મંગાવવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં સરકાર ના શિક્ષણ વિભાગના 19/05/2022ના ઠરાવની જોગવાઈ મુજબ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું નિયત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત બોટાદ જિલ્લાની સરકારી, બિનસરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના આચાર્યો અને શિક્ષકો, સી.આર.સી., એચ.ટાટ મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, કેળવણી નિરીક્ષક, દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકોના નામ સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મંગાવ્યા છે.
શૈક્ષણિક વર્ષ 2021-22 માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા વિગતવાર પરિપત્ર શાળા/સંસ્થાને કરવામાં આવ્યો છે. તે મુજબ રસ ધરાવતા શિક્ષકો અને આચાર્યોને અરજી કરવાની રહેશે.

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ એનાયત કરવામાં આવશે. પારિતોષિક મેળવવા માટે શિક્ષક પોતે, અથવા અન્ય વ્યક્તિ, સમાજ અને સંસ્થા પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે અન્યના નામની લેખિત કારણો સહિત જિલ્લા કક્ષાએ ભલામણ કરી શકશે.

તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પારિતોષિક મેળવવા માટે તા.10/06/2022 સુધીમાં શિક્ષક/આચાર્યે જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરવાની રહેશે. દરખાસ્ત કરતી વખતે કઈ કક્ષાના પારિતોષિક માટે દરખાસ્ત કરી છે? તે પોતાની ફાઈલમાં સ્પષ્ટ લખી, નિયત નમૂનામાં નોર્મ્સ મુજબ દરખાસ્ત કરવાની રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવશે નહીં તેમ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી (IC) ધારાબેન પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment