બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે રાજ્યમંત્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર બિજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીએ દરેક વિભાગને લોકહિતાર્થ કરવામાં આવતા કામકાજને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ – મોન્સૂન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ- મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેકટર બિજલ શાહે તમામ વિભાગોને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પૂર્વ તૈયારીઓ કરવાની તાકીદ કરી હતી, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચોમાસામાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત દરેક વિભાગોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા તેમજ વિવિધ વિભાગોનાં વડા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

લીંબાળી ગામની દક્ષિણે આવેલ પોલીસ ફાયરીંગ બટ્ટના વિસ્તારમાં કોઈ શખ્સે જવું નહી તેમજ માલ-ઢોરોને આ વિસ્તારમાં ચરાવવા કે લઈ જવા નહી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના GRD સભ્યનું ફાયરીંગ પ્રેકટીસ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબાળી ગામની દક્ષિણે આવેલ સ.નં.૧૫૫ પૈકીની બોટાદ જિલ્લા પોલીસનું ફાયરીંગ બટ્ટ આવેલ છે. જ્યાં GRD સભ્યોની .૩૦૩ રાયફલની ફાયરીંગ પ્રેકટીસ આગામી તા.૨૩/૦૫/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી દિન-૦૯ દરમ્યાન ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીનની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ મનુષ્ય માલ ઢોર સાથે પ્રવેશ ન કરે તે સારૂ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબાળી ગામની દક્ષિણે આવેલ સ.નં.૧૫૫ પૈકીની બોટાદ જિલ્લા…

Read More

બોટાદ જિલ્લાના રોજગારઇચ્છુકો માટે તા. ૨૧ મે ૨૦૨૨ ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ ખાતે ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦ પાસની શેક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે બોટાદ જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો સ્કાય ટેક્ષટાઈલ્સ ઇન્ડીયા પ્રા.લી લાઠીદડ અને એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા બોટાદ માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ…

Read More

રાજ્યકક્ષાના મંત્રીશ્રી તેમજ બોટાદના પ્રભારીશ્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં રાણપુરમાં વિકાસ કાર્યોના વર્કઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી તેમજ બોટાદના પ્રભારી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ શ્રેણીબધ્ધ કાર્યક્રમોમાં સૌપ્રથમ પ્રભાતફેરી યોજાઈ હતી. ત્યારબાદ મનુભાઈ શેઠ હાઈસ્કુલના ઓડિટોરીયમમાં વિવિધ વિકાસ કામોના વર્કઓર્ડર એનાયત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, દેશભરમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં ગુજરાત રંગેચંગે ભાગ લઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાનો વિચાર માત્ર પ્રધાનમંત્રીને જ આવે તેમ જણાવી મંત્રીએ આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યસંગ્રામીઓના બલિદાનને યાદ…

Read More

હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી આગામી રવિવારના રોજ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર કોવીડ-૧૯ પેન્ડેમીકની પરિસ્થતિમાં કોરોનાથી રક્ષણ માટે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું અને સેનીટાઇઝ (વારંવાર સાબુથી હાથ ધોવા)નો ઉપયોગ કરવો. સાથો સાથ રસીકરણ થકી કોરોનાથી રક્ષણ મેળવી શકાય છે. સરકારની સુચના મુજબ સદર રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્રારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી અમલમાં છે. જેના લાયક લાભાર્થીઓ પૈકી બાકી લાભાર્થીઓ તથા ૧૨-૧૭ વર્ષના એલીજીબલ પૈકી બીજા ડોઝ માટે બાકી લાભાર્થીઓને વહેલી તકે વેકસીનથી રક્ષીત કરવાં જરૂરી છે. આમ, આ કામગીરી માટે આગામી તા.૨૨/૦૫/૨૦૨૨ને…

Read More

ધ્રાંગધ્રા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરીનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા ધાંગધ્રા ખાતે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ધાંગધ્રા વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ ના કારણે ક્રાઇસીસ સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગોતરા આયોજનના લીધે રાજ્યમાં નિયમિત અને સતત વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં માથાદીઠ વીજવપરાશ ૧૧૦૦ યુનિટ છે, જ્યારે ગુજરાતમાં આ માથાદીઠ વીજ…

Read More

રાજકોટ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બેઠક

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બેઠક યોજવમાં આવી હતી. VUF ના અધ્યક્ષ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોલ, પાટીદાર દાતાશ્રી જીવનબાપા ગોવાણી, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, કાંતિભાઈ માકડિયા તેમજ સીદસર મંદિર ના સંગઠન પ્રમુખ કૌશિકભાઇ રાબડીયા, રાજકોટ સંગઠન ટીમ પ્રમુખ કાંતિભાઈ ઘેટિયા, સુરેશભાઈ પટેલ, જયેશભાઈ વેગડ, યુવા સમિતિ પ્રમુખ ડેનિશભાઈ હદવાણી, પાર્થ મકાતી, પીનેશ સાપરિયા, ચેતન ભૂત અગત્યની મીટીંગ માં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું તેમજ આગામી કાર્યક્રમો ની ચર્ચા વિચરણા કરી લોકહિત ને સમાજ ઉપયોગી કાર્યો કરી શકીએ તેવા વિષયો પર વિચાર વિમર્શ કરવામાં આવેલ.

Read More

૧૧ મો ખેલ મહાકુંભ, સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૪ ફૂટબોલ બહેનો સ્પર્ધા

હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૧ મા ખેલ મહાકુંભ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની અંડર-૧૪ ની ફુટબોલની બહેનોની સ્પર્ધામાં ૧૦ ટીમોના ૧૬૦ રમતવીરોએ ભાગ લીધો હતો. રમત સંકુલ, સીદસર ભાવનગર ખાતે આ સ્પર્ધા તા. ૧૫/૫/૨૦૨૨ થી ૧૯/૫/૨૦૨૨ દરમિયાન યોજાઈ હતી. આ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધામાં જામનગર ગ્રામ્ય વિજેતા ટીમ અને રાજકોટ શહેર ઉપવિજેતા ટીમ આગળ વધવાં માટે પોતાની મહેનત દાખવશે. ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ અંતર્ગત ભાવનગરમાં મોટા પ્રમાણમાં ખેલાડીઓ મેદાનમાં ઉતરીને પોતાનું કૌવત બતાવી રહ્યાં છે.

Read More

મઢડા હાઈસ્કૂલમાં રૂા. ૪ લાખનો પતરાનો શેડ તૈયાર કરી આપી ભવિષ્યની પેઢીને છાંયડો પૂરો પાડ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર ધન તો કુદરત દરેકને આપે છે. તેનો કેવો ઉપયોગ કરવો તે દરેક વ્યક્ત પર નિર્ભર હોય છે. આજની મટીરીયાલીસ્ટીક દૂનિયામાં પરોપકાર, સખાવત, ઉદારતાનું ઝરણું ધીમે-ધીમે સુકાતું જાય છે પરંતુ જેની પેઢીમાં દિલની દાતારીના સંસ્કાર હોય તે બીજાની પીડા અને વેદના જોઈ કંઈક કરી છૂટવાં માટે સતત ધનનો સદુપયોગ કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં રહે છે. આવા જ એક દાતા હતાં સ્વ. વલીભાઇ વૈદ્ય કે જેઓએ તે જમાનામાં લોકોના દુઃખ દર્દને દૂર કરવાં માટે નિઃશૂલ્ક આરોગ્યની સેવાઓ પૂરી પાડી હતી. તેમના સંસ્કાર વારસાને આગળ ધપાવતાં તેમના પૂત્ર મન્સૂરભાઇ…

Read More