ધ્રાંગધ્રા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરીનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ધાંગધ્રા

ધાંગધ્રા ખાતે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રૂપિયા ૧.૨૦ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ધાંગધ્રા વિભાગીય કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયાના યુદ્ધ ના કારણે ક્રાઇસીસ સમયમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના આગોતરા આયોજનના લીધે રાજ્યમાં નિયમિત અને સતત વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં માથાદીઠ વીજવપરાશ ૧૧૦૦ યુનિટ છે, જ્યારે ગુજરાતમાં આ માથાદીઠ વીજ વપરાશ ૨૧૦૦ યુનિટ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ધાંગધ્રામાં નવનિર્મિત વિભાગીય કચેરીથી વીજ ગ્રાહકોને સારી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પ્રશસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ઉર્જા ક્ષેત્રે ગુજરાતે સમગ્ર દેશમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ગામડાઓના અંતરિયાળ વિસ્તાર સુધી નિયમિત વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ધાંગધ્રા વિસ્તારમાં નવીન વિભાગીય કચેરીના નિર્માણ થવાથી પ્રજાલક્ષી કામોમાં વેગ આવશે અને લોકોની વીજળીને લગતી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે.આ પ્રસંગે પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા જણાવ્યું હતું કે, વીજળી ક્ષેત્રે અનેક લાભો આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સુધી સુલભતાથી પહોંચ્યા છે. વીજળીકરણની વ્યવસ્થાઓ ના કારણે કૃષિ અને વીજક્ષેત્રે સૌરાષ્ટ્ર વધુ સમૃદ્ધ બન્યું છે. કાર્યક્રમમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલ તેમજ પી.જી.વી.સી.એલના અધિકારી/ કર્મચારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધ્રાંગધ્રા ખાતે બેસ્ટ ગરાગ તરીખે ગાંધી રમેશભાઈ મનોહરલાલા ને ર્ડો મહેન્દ્રભાઈ મુંજપરા મંત્રી તેમજ ધારાસભ્ય પરષોત્તમ સાબારીયા ના હસ્તે તેમની દુકાને જઈ ને સન્માન કરવામાં આવ્યું અને ટોફી આપવામાં આવેલ હતો

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment