હિન્દ ન્યુઝ, ભાવનગર
કોવીડ-૧૯ પેન્ડેમીકની પરિસ્થતિમાં કોરોનાથી રક્ષણ માટે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું અને સેનીટાઇઝ (વારંવાર સાબુથી હાથ ધોવા)નો ઉપયોગ કરવો. સાથો સાથ રસીકરણ થકી કોરોનાથી રક્ષણ મેળવી શકાય છે.
સરકારની સુચના મુજબ સદર રસીકરણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે સરકાર દ્રારા બે ડોઝ ઉપરાંત પ્રિકોશન ડોઝની કામગીરી અમલમાં છે. જેના લાયક લાભાર્થીઓ પૈકી બાકી લાભાર્થીઓ તથા ૧૨-૧૭ વર્ષના એલીજીબલ પૈકી બીજા ડોઝ માટે બાકી લાભાર્થીઓને વહેલી તકે વેકસીનથી રક્ષીત કરવાં જરૂરી છે.
આમ, આ કામગીરી માટે આગામી તા.૨૨/૦૫/૨૦૨૨ને રવિવારના રોજ મેગા કેમ્પનું આયોજન કરેલ છે. જેનો લાભ લેવાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.