લીંબાળી ગામની દક્ષિણે આવેલ પોલીસ ફાયરીંગ બટ્ટના વિસ્તારમાં કોઈ શખ્સે જવું નહી તેમજ માલ-ઢોરોને આ વિસ્તારમાં ચરાવવા કે લઈ જવા નહી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના GRD સભ્યનું ફાયરીંગ પ્રેકટીસ બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબાળી ગામની દક્ષિણે આવેલ સ.નં.૧૫૫ પૈકીની બોટાદ જિલ્લા પોલીસનું ફાયરીંગ બટ્ટ આવેલ છે. જ્યાં GRD સભ્યોની .૩૦૩ રાયફલની ફાયરીંગ પ્રેકટીસ આગામી તા.૨૩/૦૫/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી દિન-૦૯ દરમ્યાન ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીનની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ મનુષ્ય માલ ઢોર સાથે પ્રવેશ ન કરે તે સારૂ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા જણાવ્યા અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબાળી ગામની દક્ષિણે આવેલ સ.નં.૧૫૫ પૈકીની બોટાદ જિલ્લા પોલીસનું ફાયરીંગ બટ્ટ આવેલ છે તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૨૩/૦૫/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ ના દિવસો દરમ્યાન કોઈ શખ્સે જવું નહી તેમજ માલ-ઢોરોને આ વિસ્તારમાં ચરાવવા કે લઈ જવા નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment