બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ – મોન્સૂન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ

આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે પ્રિ- મોન્સૂન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેકટર બિજલ શાહે તમામ વિભાગોને આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈને પૂર્વ તૈયારીઓ કરવાની તાકીદ કરી હતી, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચોમાસામાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત દરેક વિભાગોને જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા તેમજ વિવિધ વિભાગોનાં વડા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment