મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ પુષ્પાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરના ૩૦૦ માં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવનગર પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે સાંજે જશોનાથ સર્કલ પાસે આવેલાં વાસણ ઘાટ ખાતે આવેલી મહારાજા ભાવસિંહજી અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સમાધિએ પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે તેમની સાથે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો પણ જોડાયાં હતાં.

Read More

કેસર કેરી માટે કચ્છને HCDP હેઠળ પાયલોટ ક્લસ્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ                કેસર કેરી માટે કચ્છને HCDP હેઠળ પાયલોટ ક્લસ્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.ડો. અભિલાક્ષ લખી, IAS, અધિક સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર, બાગાયત ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે ગામ મોઉ, તાલુકા માંડવી,  જિલ્લો કચ્છ, ગુજરાતના કેસર મેંગોક્લસ્ટરની મુલાકાત લીધી. કેસર કેરીના ઉત્પાદકો અને અન્ય મૂલ્ય શૃંખલાના હિસ્સેદારો સાથે વાર્તાલાપ કરતી વખતે, તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ પૂર્વ ઉત્પાદન, ઉત્પાદન, લણણી પછીનું સંચાલન,લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સહિત સમગ્ર મૂલ્ય શૃંખલાના પડકારો પર લક્ષ આપે છે. 2. એચસીડીપી…

Read More

મહીસાગર જીલ્લા માં કડાણા તાલુકા મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર હિતેશ જેઠાભાઈ પંચાલ રહે.ધાંટાવાડા તા.કડાણા ના ઓ રુપિયા ત્રણ હજાર ની લાંચ લેતા ઝડપાયા

હિન્દ ન્યુઝ, મહીસાગર કડાણા મામલતદાર કચેરી માં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિતેશભાઈ પંચાલ દવારા રેવન્યુ રેકર્ડ માં હયાતીમાં નામ દાખલ કરવા માટે ની ફરિયાદી ની અરજી સંદર્ભમાં ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 3000 ની માંગણી કરતાં ફરિયાદી એ આ અંગે એન્ટીકરપ્શન બ્યુરો કચેરી નો સંપર્ક કરી ફરિયાદી આપતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. મહિસાગર જીલ્લા એસીબી શાખા ના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર બી.આર.વસાવા ને તેમના સ્ટાફે છટકું મામલતદાર કચેરી કડાણા ખાતે ગોઠવતાં આ નાયબ મામલતદાર પંચાલ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 3000 લેતા રંગે હાથે પકડાઈ જતા આ આરોપી પંચાલ સામે એસીબી…

Read More