હિન્દ ન્યુઝ, મહીસાગર
કડાણા મામલતદાર કચેરી માં ફરજ બજાવતા નાયબ મામલતદાર હિતેશભાઈ પંચાલ દવારા રેવન્યુ રેકર્ડ માં હયાતીમાં નામ દાખલ કરવા માટે ની ફરિયાદી ની અરજી સંદર્ભમાં ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 3000 ની માંગણી કરતાં ફરિયાદી એ આ અંગે એન્ટીકરપ્શન બ્યુરો કચેરી નો સંપર્ક કરી ફરિયાદી આપતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. મહિસાગર જીલ્લા એસીબી શાખા ના ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર બી.આર.વસાવા ને તેમના સ્ટાફે છટકું મામલતદાર કચેરી કડાણા ખાતે ગોઠવતાં આ નાયબ મામલતદાર પંચાલ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. 3000 લેતા રંગે હાથે પકડાઈ જતા આ આરોપી પંચાલ સામે એસીબી પોલીસે ગુનો દાખલ કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : કમલેશ માલીવાડ, મહીસાગર