રાજ્યકક્ષા એ યોજાયેલ ખેલમહાકુંભ માં ગામ, તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, અરવલ્લી અમદાવાદ ખાતે તારીખ ૨૦-૦૫ થી ૨૨-૦૫ ના રોજ ધ અરેના ટ્રાન્સટેડિયા, કાંકરિયા મણિનગર સ્ટેડિયમ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ૧૧ માં ખેલ મહાકુંભ ૧૫૪ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના લાલપુર ગામના અને પુંસરી હાઈસ્કૂલ ના નિવૃત્ત વ્યાયામ શિક્ષક સ્વ.ઝાલા મૂળસિંહ પરબતસિંહ ના સુપુત્ર ઝાલા સર્જનસિંહ મૂળસિંહ (સર્જનભા મુખી)એ અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલમહાકુંભ બોક્સિંગ ચેમ્પિયન સેમી ફાઇનલ નવસારી અને અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વચ્ચે યોજાઇ હતી. એમાં અરવલ્લીની ટીમે જીત મેળવી હતી. એમાં ઝાલા સર્જનસિંહ મૂળસિંહ એ “બ્રોન્ઝ મેડલ” જીતી ને રાજ્ય જિલ્લો અને તાલુકાનું અને પોતાનું…

Read More

શૈક્ષણિક જ્યોત પ્રજ્જલિત રાખવાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાકાળ દરમિયાન ભૌતિક રીતે શાળાએ ન જઇ શકવાને કારણે વિદ્યાર્થીઓને લેખન –ગણનને થયેલાં નુકશાનને સરભર કરવાં માટે ભાવનગરના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળામાં સમર વેકેશન કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની લેખન- ગણનની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે શિક્ષણ બે વર્ષ શૈક્ષણિક કાર્ય બંધ રહેવાને કારણે ધોરણ-૧ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૩ માં અને ધોરણ-૬ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૮ માં અને ધોરણ-૭ ના વિદ્યાર્થીઓ સીધા ધોરણ-૯ માં પ્રવેશ મેળવશે. પરંતુ તેમની ક્ષમતા કરતાં વધુ ભણતરનું ભારણ તેમના પર આવશે કારણ કે, કોરોનાને કારણે તેમની લખવાની શક્તિ અને ક્ષમતા…

Read More

સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પૂર્ણા યોજના કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગરના આયોજન હેઠળ સિહોર ખાતે પૂર્ણા યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા વિકાસ અધિકારી નાઝમીન દેસાઈના માર્ગદર્શન સાથે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી અને સહ સખીનું સંમેલનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પૂર્ણા શક્તિ વાનગી નિદર્શન અને રસોઈ બનાવવા માટેના આયોજનમાં વિસ્તરણ અધિકારી રેખાબેન ડાભી અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના વડા હેમાબેન દવેના નેતૃત્વ સાથે બહેનો મોટી સંખ્યામાં જોડાઇ હતી. પૂર્ણા યોજના સંબંધિત આ માર્ગદર્શન સંમેલનનાં કાર્યક્રમમાં આંગણવાડી સાથે જોડાયેલ બહેનોએ ભાગ લીધો હતો. આંગણવાડી વિભાગના દુર્ગાબેન બાબરિયા,…

Read More

ભુજ ખાતે તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ અને રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, કચ્છ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી , ભુજ-કચ્છ તથા ઔધૌગિક તાલીમ સંસ્થા- ભુજના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી તાલુકા કક્ષાનો એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ ૨૬/૦૫/૨૦૨૨, ગુરૂવારના રોજ આઇ.ટી.આઇ. ભુજ (લેવાપટેલ હોસ્પિટલ પાછળ) ખાતે કરવામાં આવેલ છે. જેમાં આઇ.ટી.આઇ પાસ (ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન) લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમેળામાં ઉપાસ્થિત રહી શકશે. ઉમર મર્યાદા૧૮ થી ૩૫ ની રહેશે. આ એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજરી રહી તેમની જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. ભરતીમેળાનો સમય સવારે ૧૦:૦૦ વાગ્યાનો…

Read More

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન

હિન્દ ન્યુઝ,અમદાવાદ         અમદાવાદના વટવા વિધાનસભા વિસ્તારના ગેરતનગર ગામે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે રૂપિયા ૪૭ લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ. આ અવસરે પ્રદીપસિંહ જાડેજાના હસ્તે વટવા વિધાનસભાના ગેરતનગર ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહર્ત તથા આંગણવાડી ઘરનું ખાતમૂહર્ત સંપન્ન થયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ સીંગરવા ગામે આવેલ સરકારી હોસ્પિટલને જીલ્લા કક્ષાની હોસ્પિટલનો દરજજો આપવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર માન્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ ૧૦ ગામોમાં રોડના કામો, કુજાડ તથા સીંગરવા ગામે ધોરણ ૯ થી…

Read More

ગાંધીનગર જિલ્લાના ચિલોડા ખાતે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવતા રાજયપાલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર         ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર જિલ્લા ચિલોડા ગામે સફાઇ થકી શ્રમદાન કાર્યક્રમ અંતર્ગત ગામમાં સફાઇ અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા જીવનમાં સંસ્કાર અને આદત બનવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યક્તિ પોતાના કર્મથી મહાન બને છે. સ્વછતાના સંસ્કારથી માનવજાતનું કલ્યાણ થાય છે, પર્યાવરણની રક્ષા થાય છે અને સામાજિક સ્વાસ્થ્યની રક્ષા થાય છે. તેમણે સ્વચ્છતાના સંસ્કારથી સમાજમાં નવી ક્રાંતિ માટે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો. રાજયપાલએ જણાવ્યું હતું કે, ઇશ્વરની વ્યવસ્થામાં સહયોગી બનવું એ જ સાચી પૂજા છે. પ્રકૃતિની પવિત્રતા…

Read More

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી ઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ

હિન્દ ન્યુઝ, અમદાવાદ         રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.         શિક્ષણ મંત્રી વાઘાણી ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકે એ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય…

Read More