સિહોરમાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા પૂર્ણા યોજના કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

સંકલિત બાળ વિકાસ યોજના કચેરી ભાવનગરના આયોજન હેઠળ સિહોર ખાતે પૂર્ણા યોજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા વિકાસ અધિકારી નાઝમીન દેસાઈના માર્ગદર્શન સાથે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી અને સહ સખીનું સંમેલનનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પૂર્ણા શક્તિ વાનગી નિદર્શન અને રસોઈ બનાવવા માટેના આયોજનમાં વિસ્તરણ અધિકારી રેખાબેન ડાભી અને સંકલિત બાળ વિકાસ યોજના કચેરી સિહોરના વડા હેમાબેન દવેના નેતૃત્વ સાથે બહેનો મોટી સંખ્યામાં જોડાઇ હતી. પૂર્ણા યોજના સંબંધિત આ માર્ગદર્શન સંમેલનનાં કાર્યક્રમમાં આંગણવાડી સાથે જોડાયેલ બહેનોએ ભાગ લીધો હતો.

આંગણવાડી વિભાગના દુર્ગાબેન બાબરિયા, રિટાબેન શુક્લ, સવિતાબેન ગોહિલ, નયનબેન પંડ્યા તથા રાજેશ્વરીબા સરવૈયા દ્વારા સમગ્ર આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું અને પોષણ, આહાર, આરોગ્ય વગેરે બાબતો પર રમત અને ચર્ચા નિદર્શન સાથે તાલીમબદ્ધ કરવામાં આવ્યું હતું.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment